બી.એસ.એફ દ્વારા નડાબેટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:21:56
  • Views : 574
  • Modified Date : 2019-07-26 12:21:56

કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નડાબેટ સ્થિત બી.એસ.એફ. બી.ઓ.પી. ખાતે ૬૩ બટાલિયન બી.એસ.એફ. તરફથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧ અધિકારી સહિત ૪૬ બી.એસ.એફ. જવાનોએ રક્તદાન કરેલ.દેશની સેવા માટે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં સરહદ પર હંમેશા તૈનાત રહેતા બી.એસ.એફ. દ્વારા દેશસેવા સાથે સાથે લોકોપયોગી મેડીકલ કેમ્પ, શાળાઓમાં જરૂરી કીટ, કેમલ સફારી, રક્તદાન કેમ્પ સહિતના સમાજસેવાના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. જેના જાગવાથી દેશના સીમાડા સુરક્ષિત હોઈ દેશના નાગરિકો શાંતિની ઊંઘ લઈ શકે છે. તે દેશદાઝ ભરેલા જવાનો દ્વારા દેશની સેવા સાથે સમાજસેવાનું ઉમદાકાર્ય કરાય છે. સરહદી સુઇગામથી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ નડાબેટ બી.ઓ.પી.ખાતે ગુરુવારે ૬૩ બટાલિયન બી.એસ.એફ. દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧ બી.એસ.એફ. અધિકારી સહિત ૪૬ જવાનોએ રક્તદાનમાં ભાગ લીધો હતો. ઉપરાંત કારગિલ યુદ્ધની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવેલ. જેમાં પાલનપુર સરકારી હોસ્પિટલના ડો.મનોજ જૈન, ડો.કિશન સહિત અન્ય ૯ આરોગ્ય કર્મચારીઓએ રક્તદાનના કાર્યમાં ફરજ બતાવેલ. આ પ્રસંગે ૬૩ બટાલિયન બી.એસ.એફ.ના આસિ.કમાન્ડન્ટ પારસરામ અને એ.સી.સંતોષકુમારે હાજર રહી જવાનોને પ્રોત્સાહન પૂરું પાડેલ. 


Download Our B K News Today App



Related News