પાલનપુરમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી ભયંકર દુર્ઘટના સર્જાવાની ભિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:45:34
  • Views : 415
  • Modified Date : 2019-07-07 11:45:34

પાલનપુર ખાતે સરકારી કર્મચારીઓને રહેવા માટે બનાવવામાં આવેલી સરકારી વસાહતમાં કેટલાંક બ્લોક
જર્જરીત થઇ ગયા છે. જે રહેવા યોગ્ય ન હોવાની નોટીસ
ચિપકાવવામાં આવી છે. પરંતુ અંદર રહેતા પરિવારોને અન્ય કવાર્ટર્સ ફાળવવામાં ન આવતાં ચોમાસામાં ભયંકર દુર્ઘટના સર્જાવાની ભિતી સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ આવેલી છે. જેમાં ફરજ બજાવતાં કર્મચારીઓને રહેવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા
કવાર્ટર્સ બનાવવામાં આવ્યા છે. જ્યાં કોઝીથી આગળ આવેલી વસાહતમાં કુલ ૪ જેટલા બ્લોકને ભયજનક ગણાવી  માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટીસો પાઠવાઇ છે.
 પરંતુ અન્ય જગ્યાએ ક્વાર્ટર્સની ફાળવણી ન થતાં જીવના જોખમે કર્મચારીઓ આ બ્લોકમાં વસવાટ કરે છે. ત્યારે ચોમાસા દરમિયાન ભયંકર જીવલેણ દુર્ઘટના સર્જાય તે
પહેલાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી આ પરિવારોની માંગ છે.

Download Our B K News Today App



Related News