મહિલા પર આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું વારંવાર દુષ્કર્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-15 14:07:09
  • Views : 41
  • Modified Date : 2025-04-15 14:07:09

વડોદરા જિલ્લાના માંજરોલ ગામના ભુવાના પુત્રએ એક મહિલાના ઘરમાં જઈ મેલી વિદ્યા કરીને મારી નાખવાની ધમકી આપી મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજારતા પોલીસે ફરિયાદ નોંધી હતી. 

30 વર્ષની મહિલાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે તારીખ 17 નવેમ્બર 24 ના રોજ સવારે માંજરોલ ગામમાં રહેતો ભુવો કાળુ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાવાનો પુત્ર જયદીપ મારા ઘરે આવ્યો હતો. અમે મકાન બાંધવા માટેની બાધા રાખી હોવાથી જયદીપે ઘેર આવી બાધા પૂરી કરવાનું જણાવ્યું હતું. આ વખતે પતિ તેમજ ઘરના સભ્યો ઘેર નહીં હોવાથી મેં જયદીપને બાધા અંગે મને ખબર ના પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહ્યું હતું.

Download Our B K News Today App



Related News