બી.કે.ન્યૂઝ ઈમ્પેકટ ધાનેરા તાલુકાના ગામડાઓમાં ભુસ્તર વિભાગની તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:59:35
  • Views : 336
  • Modified Date : 2021-03-11 10:59:35

ધાનેરા તાલુકાના જાડી ગામે ચાલતા ઇંટવાડા બાબતે બી.કે.ન્યૂઝ દૈનિકમાં સમાચાર પ્રગટ થતાં જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ ધાનેરા ખાતે
પહોંચી હતી અને તાલુકા
પંચાયતની ટીમ સાથે તાલુકામાં ચાલતા ઇંટવાડાઓ ઉપર તપાસ કરાઇ હતી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ગામડાઓમાં ચાલતા ઇંટવાડાના માલિકોમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ધાનેરા તાલુકામાં
ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ઇંટવાડાઓ ચાલતા હોવા બાબતે જે તે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી લોકોએ મીડિયાનો સહારો લેતા બી.કે.ન્યૂઝ
દૈનિકમાં “ધાનેરાના જાડી ગામે પંચાયતની રહેમનજર હેઠળ મોટું રોયલ્ટી કૌભાંડ” આ શિર્ષક તળે સમાચાર પ્રગટ થતાં જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ બુધવારે ધાનેરા પહોંચી હતી અને તાલુકા વિકાસ અધિકારીને મળીને અન્ય ગામડાઓના લિસ્ટ બનાવી તાલુકા પંચાયતની ટીમ ગેરકાયદેસર ચાલતા ઇંટવાડાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં પ્રથમ આસિયા, થાવર, જડીયા, જાડી, માલોત્રા તેમજ વાછડાલ ગામે ચાલતા ઇંટવાડા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. અને જેમાં મોટા પ્રમાણમાં પંચાયતની ગૌચર તેમજ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર માટીના ખોદકામ કરીને ઇંટ પાડતા મળી આવતા ગ્રામ પંચાયતના
સરપંચો તેમજ તલાટીને સાથે રાખીને પંચનામુ હાથ ધરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જાેવાનુએ છે કે આ અધિકારીઓ
ગેરકાયદેસર ચાલતા ઇંટવાડાના માલિકો સામે કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

Download Our B K News Today App



Related News