બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગનો સપાટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-21 11:28:16
  • Views : 615
  • Modified Date : 2020-06-21 11:28:16

બનાસકાંઠા જિલ્લામાં ઼ગેરકાયદેસર રેતીનું વેચાણ કરતા લોકોનો ફરી એકવાર ઼સપાટો બોલાવ્યો છે. શિહોરી પાસે ગેરકાયદેસર રેતી વેચતા ભૂસ્તર વિભાગે તપાસ હાથ ધરી એંસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા જિલ્લામાંથી જીવાદોરી સમાન બનાસનદી
પસાર થાય છે. આ નદીની માટી સમગ્ર ગુજરાતભરમાં ચણતર માટે સૌથી વધુ
ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી તેને અનમોલ માનવામાં આવે છે. ત્યારે ભૂ માફિયાઓ પૈસા કમાવવાની લ્હાયમાં સરકાર દ્વારા જે નીતિ નિયમ પ્રમાણે ખોદકામ કરવા માટેની પરમિશન આપવામાં આવી હોય તેના કરતા વધારે નદીની માટીનું ખોદકામ કરી
પૈસા કમાય છે. તો બીજી તરફ ઓવરલોડ વાહનો ભરીને સરકાર સાથે છેતરપિંડી કરે છે. પરંતુ ભૂસ્તર વિભાગ દ્વારા સતત આવા લોકો સામે છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવતા મોટા પ્રમાણમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરી રેતી તસ્કરી કરતા ભૂમાફિયાઓ પર ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં શિહોરી
પાસે ગેરકાયદેસર ખનન થતું હોવાની ખાનગી રાહે માહિતી મળતા જ ભૂસ્તર વિભાગે શિહોરી પોલીસને જાણ કરી હતી. જેથી શિહોરી પોલીસે નદીના પટમાં તપાસ કરતા
ગેરકાયદેસર ખનન કરતા એક હિટાચી મશીન અને ૨ ડમ્પર મળી આવ્યા હતા. પોલીસે બે ડમ્પર અને એક હિટાચી મશીન સહિત ૮૦ લાખનો  મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. ભૂસ્તર વિભગે ડમ્પર અને હીટાચી મશીન માલિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર ભૂસ્તર વિભગની કડક કાર્યવાહીથી ભુ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News