ગાંધીનગરમાં રામમંદિર ભૂમિપૂજનની ભવ્ય ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:54:53
  • Views : 286
  • Modified Date : 2020-08-07 11:54:53

ગાંધીનગરમાં ૫, ઓગસ્ટ એટલે કે અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે દેવ ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, આઈવેન્ટસ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય દિપોત્સવ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ૫૧ ફુટ લાંબા ભારતના નકશાની આકૃતિ અંદર રામમંદિરની પ્રતિકૃતિ રજૂ કરી ૨૧૦૦ દિવડાની રોશનીથી આખા ભારતવર્ષના નકશાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગાંધીનગર મહાનગર
પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, કડી કેમ્પસના પ્રોફેસર ડો.ધર્મેન્દ્રભાઈ પટેલ, દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ વાવોલના મેનેજીંગ ટ્રસ્ટી એમ.આર.
પટેલ, ઉમેશ જહા, સમર્પણ ટ્રસ્ટના ટ્રસ્ટી રૂપસિંહદાદા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોનાં હસ્તે ભગવાન રામચંદ્રજીની ૧૦૮ દિવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોએ ભારતીય સંસ્કૃતિની વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એન્કરીંગ સમર્પણ પરીવારના ટ્રસ્ટી કરણસિંહે રામ મંદિરના ઈતિહાસની રજૂઆત સાથે કર્યું હતું. આ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન કરી ભારતમાતા કી જય અને રામચંદ્રજીકી જય ના બુલંદ નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. રાધે સ્વીટ અને વુન્દાવન સ્વીટનો પણ સહયોગ મળ્યો હતો.

Download Our B K News Today App



Related News