થરાદ તાલુકાના જાંદલા ગામે ભૂમાફિયા સામે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:35:33
  • Views : 580
  • Modified Date : 2019-07-26 12:35:33

 થરાદ તાલુકાના  જાંદલા ગામે વગર મંજૂરીએ સરકારી જમીનમાંથી  માટી લઇ જતા ભુમાફિયા સામે મામલતદારે  કાર્યવાહી કરી ૧૪ લાખના વાહનો જપ્ત કરી ગ્રામપંચાયતને કબજો સોંપ્યો હતો.
બનાસકાંઠાના થરાદના જાંદલા ગામમાં આવેલી
પાણીની ટાંકી પાસે કેટલાંક શખ્સો ઘણાં સમયથી કોઇ પણ જાતની મંજૂરી લીધા વગર
ગેરકાયદે માટી ભરીને પોતાના ખેતરોમાં લઇ જતા હોવાની બાતમી એક ગામના  વ્યક્તિને મળતાં ગામના વ્યક્તિએ ફોન કરીને મામલતદાર એન.કે.ભગોરાને જાણ કરતાં મામલતદાર પોતાની ટીમ સાથે ત્રાટકયા હતા અને સ્થળ પર જતાં ભૂમાફિયા માટીની ચોરી કરી રહ્યા હતા. આથી મામલતદારની ગાડીને જોઈને એક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ટોલી સાથે નાસી છૂટ્યો હતો અને એક લોડર તેમજ  બે ટ્રેક્ટર કબજે લઇ જપ્ત કરી કાગળ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી. બિન પરવાનગી સરકારી જમીનમાં માટીની ચોરી કરી રહેલ ભૂમાફિયા તેમજ પોતાના વાહનો લોડર જીજે ૦૮ એ.એલ. ૦૩૬૧  પટેલ નારણભાઇ જગસીભાઈ, ટ્રેક્ટર જીજે ૦૮ બી.એફ. ૫૫૭૫ પટેલ કાળાભાઈ કરમશીભાઈ, ટ્રેક્ટર નંબર વગરનું પટેલ નાગજીભાઈ જગસીભાઈ તેમજ નાશી છુટેલ ટ્રેક્ટર અને ચાલક સામે તપાસ હાથ ધરી છે. માટીની ચોરી કરતા ઝડપાયેલા ૧૪ લાખની કિંમત આંકી  વાહનો ગ્રામપંચાયતને કબજા માટે સોંપ્યા હતા.
આ બનાવની જાણ થતાં બહોળી સંખ્યામાં લોકો એકઠાં થઇ જવા પામ્યા હતા.આ અંગે મામલતદાર એન.કે.ભગોરાએ જણાવ્યું હતું કે આ શખ્સો દ્વારા કોઇ પણ પ્રકારની ખોદકામની મંજુરી લેવામાં આવી ન હતી. તેમજ ભાગી ગયેલા ટ્રેક્ટર માલિકનું નામ પણ મેળવવામાં આવ્યું છે, જેને તરત ઝડપી લેવામાં આવશે. તેમજ તમામની સામે સુનાવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે ગતરોજ એક લોડર બે ટેકટર ચાલકો પાસેથી ૨૨ હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News