સાબરકાંઠાના આરટીઓ કચેરીને અપાયેલા પાંચ બુલેટ હાલમાં વપરાયા વિના ધૂળ ખાઈ રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 15:52:31
  • Views : 621
  • Modified Date : 2020-06-16 15:52:31

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ  આરટીઓ વિભાગને ગુજરાત સરકાર તરફથી અસરકારક પેટ્રોલિંગ થઇ શકે એ માટે બે બુલેટ મોટર સાઈકલ આપવામાં આવી છે... ત્યારે આ મોટર સાઈકલ ત્રણ-ત્રણ મહિનાથી વપરાયા  વિના પડી છે.. હજુ સુધી આ બે બુલેટમાંથી એક બુલેટ માત્ર ૧૩૦ કિલોમીટર તો બીજી ૧૪૨ કિલોમીટર જ ફરી છે..હાલમાં વપરાયા વિના તેના પર ધૂળ ચડી છે.....ત્યારે એ.સી કારમાં ફરતા આર.ટી.ઓ અધિકારીઓ સરકારે કરેલા બુલેટના લાખોના ખર્ચને એળે નાં જવા દે તે જરૂરી છે.....અને આ બુલેટ દ્વારા પેટ્રોલિંગ કરી પોતાની કામગીરી અસરકારક બનાવે તેવી લોક માંગ ઊઠી છે ત્યારે હવે જોવું રહ્યું કે આરટીઓ ના ઉચ્ચ અધિકારીઓ આ બુલેટ બાઈક નો સદુપયોગ ક્યારે કરશે તે જોવું રહ્યું

Download Our B K News Today App



Related News