સિધ્ધપુર ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓ ભુખ હડતાલ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-12 11:47:09
  • Views : 425
  • Modified Date : 2019-12-12 11:47:09

સિધ્ધપુર સરકારી ન‹સગ કોલેજના લંપટ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલની લંપટગીરીને લઈને વિદ્યાર્થીઓ ગાંધીનગર કમિશ્નર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા વિદ્યાર્થીઓને કમિશ્નરે ૨૪ કલાકમાં નિર્ણય આપવાની વાત કરી હતી. ત્યારે ૨૪ કલાક વિતવા છતાં કોઈ નિર્ણય નહીં આવતા બુધવારના દિવસે વિદ્યાર્થીઓ ન‹સગ કોલેજ ખાતે અચોક્કસ મુદતે ભુખ હડતાલ પર ઉતર્યા હતા અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી ભુખ હડતાલ ચાલુ રહેશે.
સિધ્ધપુર સરકારી ન‹સગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલની પાપલીલા લઈ તેને ડિસમીસ કરવાના મુદ્દે વિદ્યાર્થીઓ બુધવારના રોજ ભુખ હડતાલ પર ઉતર્યા હતા. ૨૪ દિવસ થઈ જવા છતાં હજુ સુધી વહિવટી તંત્ર દ્વારા કોઈ જવાબ ના મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા બુધવારે સવારથી જ અચોક્કસ મુદ્દતની ભુખ હડતાલ પર ઉતર્યા હતા. જો કે  ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેજલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ આ બાબતે ટસના મસ થયા ન હતા અને ભુખ હડતાલ ચાલુ રહેશે એવું જણાવ્યું હતું.
આ અંગે સિધ્ધપુર ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૪ દિવસથી હડતાલ પર છીએ. જેમાં  એબીવીપીના સમર્થન સાથે સિધ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી, બે વખત ગાંધીનગરથી આવેલ ટીમ સમક્ષ રજૂઆત કરી, અમોએ મહિલા તપાસ સમિતીને અમારો રીપોર્ટ પણ કર્યો, અમારી તમામ સમસ્યાઓ પણ લેખીતમાં આપી, ત્યારબાદ એવીબીપી સાથે વિવિધ કાર્યક્રમો પણ આપ્યા, જેમાં પ્રથમ લંપટ પ્રિન્સિપાલના વિરોધમાં બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન, પૂતળા દહન, કોલેજને તાળાબંધી ચક્કાજામ સહિતના અનેક કાર્યકરો કરવામાં આવ્યા હતા. જયારે ગત ૯ ડિસેમ્બરના રોજ ગાંધીનગર જઈ કમિશ્નર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી અને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. ૨૪ કલાક વિતવા છતાંય કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બહેરી સરકારના કાને અમારી વાત સાંભળવામાં આવતી જ નથી અને પ્રિન્સિપાલ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી હવે અમો અચોક્કસ મુદ્દતની ભુખ હડતાલ પર બેઠા છીએ.

Download Our B K News Today App



Related News