થરાદ-વાવના રબારી સમાજના આગેવાનો ભુખ હડતાળ પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:36:24
  • Views : 418
  • Modified Date : 2019-08-18 11:36:24

વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયેલા ખીમાણાવાસના યુવક પાસે દોઢ લાખ માંગી તેને પીએસઆઇ અને બે કોન્સ્ટેબલો સાથે મળીને ઝેરી દવા પીવડાવી માર માર્યોના આક્ષેપ સાથે
થરાદ-વાવ સહિતના રબારી સમાજના આગેવાનોએ પ્રાંત અને એ.એસ.પી.ને ન્યાયિક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું અને વાવ પોલીસ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પ્રાંત કચેરીએ ભુખ હડતાળ પર બેસી ગયા હતા.
શુક્રવારે બહોળી સંખ્યામાં ઘસી આવેલા થરાદ, વાવ, સુઇગામ, ભાભર, લાખણી તાલુકાના રબારી સમાજના અગ્રણીઓએ થરાદ પ્રાંત કચેરીમાં આપેલા
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાવના ખીમાણાવાસના દલિત સાથે રબારી પરિવારને રસ્તા બાબતની માથાકુટ થઇ હતી. આથી દલિત દ્વારા એટ્રોસીટીની ફરિયાદ કરાઇ હતી. તેમજ હીરાભાઈ ઉપર ટોમી વડે હુમલો કરાતાં તેમના બે થી ત્રણ દાંત પડી જતાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાબતની ફરિયાદ વાવ પી.એસ.આઇ. જી.કે.જાડેજા ત્રણ દિવસથી લેતા ન હતા. તેમજ તેમના ભત્રીજા ખેમાભાઇ પાસે પી.એસ. આઇ.  જાડેજાએ કર્મચારી માંનાભાઈ મારફતે ફરિયાદ કરવાના દોઢ લાખ
રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.  છેવટે ત્રણ દિવસથી કંટાળી ખેમાભાઇ ગુરુવારની સાંજના સાત વાગે વાવ પોલીસ મથકમાં દવાના
પેકેટ સાથે ગયા હતા. જ્યાં
પીએસઆઇએ પૈસાની માંગણી કરતાં પૈસાને બદલે દવા લાવ્યા હોવાનું જણાવતાં પોલીસે તેને સીસીટીવી કેમેરા ના હોય  તે બાજુના રૂમમાં લઇ જઇ થોડી દવા ખવડાવી માર માર્યો હોવાનો તેમજ બંદુકથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આથી યુવકે પોલીસ મથકમાં જ દવા ખાઈ લેતા તેની તબિયત કથળતાં તેને વાવ પી.એસ.આઇ.એ સરકારી વાહનમાં સારવાર અર્થે થરાદજની જેજે પટેલ હોસ્પિટલમાં લઇને દોડી આવ્યા હતા. આ બાબતની જાણ થતાં રબારી સમાજના થરાદ-વાવ અને સુઇગામ સહિત તાલુકાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને થરાદ પ્રાંત  તેમજ એ.એસ.પી. અજીત રાજયાણને આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી હતી. જેમાં બે દર્દીઓ દવાખાનામાં સારવાર લઇ રહ્યા છે તેમને તેમનું નિવેદન મામલતદાર રૂબરૂ લઇ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરી તેની નકલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી તેઓ ન્યાય આપવામાં નહીં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી નાયબ કલેક્ટરની કચેરી સમક્ષ ભુખ હડતાલ પર બેસવાનો નિર્ણય કર્યોનું જણાવી સો જેટલા માણસો બેસી ગયા હોવાનું કચેરીના શિરસ્તેદાર આર.પી.ગોહીલે જણાવ્યું હતું. આ અંગે વાવના પી.એસ.આઇ. જાડેજાનો સંપર્ક કરવાનો બે વખત પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો. જો કે એ.એસ.પી. એ ખાતાકીય તપાસનું આશ્વાસન આપ્યું હતું. 

Download Our B K News Today App



Related News