ગેટમેનના પાપે કેનાલનું પાણી ન મળતા ઢીમાના ખેડૂતોએ આપી ભૂખ હડતાલની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:19:37
  • Views : 291
  • Modified Date : 2020-12-15 11:19:37

સરહદી વિસ્તાર થરાદ અને વાવપંથકમાં ઘણા સમયથી નર્મદા કેનાલમાં ગાબડા અને સાફ-સફાઈનો ભ્રષ્ટાચાર જાેવા મળી રહ્યો છે. તેમજ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો અને ગેટમેન પણ તાનાશાહી કરી રહ્યા છે ત્યારે આજે ઢીમા માઇનોર કેનાલમાં છેલ્લા ૨૦ દિવસથી સિંચાઈનું પાણી મળતું નથી. તેથી  દસથી વધારે ખેડૂતોને કોરવાણ  પણ બાકી છે. જેને લઈને  ઢીમા ગામના ખેડૂતો રોજે રોજ નર્મદા વિભાગના આંટાફેરા કરે છે. તેમજ કેનાલ ઉપર રહેલા ગેટમેનને  પણ વારંવાર જણાવ્યું હોવા છતાં ગેટમેન કોઈ ખેડૂતની વાત સાંભળતો નથી. ખેડૂતો જાેડે તોછડું વર્તન કરે છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સોમવારે ઢીમા ગામના ખેડૂતોએ  કંટાળીને થરાદ નર્મદા વિભાગની કચેરીમાં આવી
પહોંચ્યા હતા અને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી કે તમારો ગેટમેન તાનાશાહી કરે છે અને છેલ્લા વીસ  દિવસથી પાણી છોડતો નથી. જેથી સિંચાઈના  પાણી વગર અમારો  રવી સીઝનનો પાક બળી રહ્યો છે. અને ભારે નુકસાન  આવવાની ભીતી જણાઈ રહી છે. આવી રીતે જાે વારંવાર ચાલુ રહ્યું અને ખેડૂતોને સિંચાઇનું પાણી નહીં મળે તો અમે તમામ ખેડૂતો પ્રાંત ઓફિસમાં ભુખ હડતાલ કરીશું અને  છતાંય પાણી નહીં  મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું.

Download Our B K News Today App



Related News