ભુજમાં ગોઝારો ટ્રિપલ અકસ્માત, એક સાથે 10ના કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 18:02:11
  • Views : 521
  • Modified Date : 2019-07-15 18:02:11

રાજ્યમાં અકસ્માતો થંભવાનું નામ નથી લઇ રહ્યા આજે સોમવાર બપોરે કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક અને છકડો ધડાકાભેર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની થયા છે.ભુજમાં ગોઝારો ટ્રિપલ અકસ્માત, એક સાથે 10ના કરૂણ મોતરાજ્યમાં અકસ્માતો થંભવાનું નામ નથી લઇ રહ્યા આજે સોમવાર બપોરે કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક અને છકડો ધડાકાભેર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂજના માનકુવા – સામત્રા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રીક્ષા, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. જેમા એક સાથે 10 લોકોનાં મોત નિપજ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. જેના કારણે 4 જેટલી 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને ભુજની અદાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે સ્થાનિક લોકોની મદદથી પોલીસે રિક્શામાં ફસાયેલા લોકોને બહાર નિકાળ્યા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, ત્રણ બાળકો અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાં બે લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે.હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, મૃતકોમાં મધુ ગોહેલ, મુકેશ ગોહેલ, રાધેશ્યામ ગોહેલ પપ્પુ એમ ચાર વયસ્ક પુરૂષો, બસુબાઇ, રીનાબેન અને પુજા રાધેશ્યામ એમ ત્રણ મહિલાઓ તેમજ ખુશી, ખુત્બા અને રોહિત એમ ત્રણ બાળકો મળી કુલ 10 લોકોના મોત નિપજ્યા છે.અકસ્માતના પગલે માનકૂવા પોલીસ પણ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ અકસ્માતમાં મૃતકોને ટેમ્પોમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષામાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તો કુલ 10 લોકોનાં મોત થયા હતા. હાલમાં સ્થાનિક પોલીસ અને આરટીઓ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


Download Our B K News Today App



Related News