ભુજના હર્ષને સ્પેનના માતાએ હર્ષભેર દત્તક લીધો, ‘કલ્પના ન હોતી કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે’ અનાથાશ્રમમાં લાગણીભર્યા દૃશ્ય સર્જાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-14 12:44:59
  • Views : 812
  • Modified Date : 2020-11-14 12:44:59

             આજથી સાડા છ વર્ષ અગાઉ એક દિવસનો બાળક જ્યારે ભુજની કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને મળ્યો, ત્યારે કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે. શુક્રવારે સવારે સંસ્થામાં જ્યારે આ છ વર્ષના બાળકને સ્પેનના નોર્મા માર્ટીનીસે દત્તક લીધો ત્યારે સૌના આંખમાં ‘હર્ષ’ના અશ્રુ હતા.અનાથ બાળકોને વ્હાલથી ઉછેરતી સંસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને કારા સંસ્થાના પ્રયત્નથી તેમને ત્યાં ઉછરતો સાડા છ વર્ષનો હર્ષને દત્તક લેવા માટે નોર્માએ સંપર્ક કર્યો. સ્પેનથી આ સિંગલ મધરે આ બાળક પર પસંદગી ઉતારી. જન્મના ત્રણ ચાર મહિના બાદ ખબર પડી કે આ બાળક મુંગો અને બહેરો છે. જેની કોઈપણ મેડિકલ ટ્રીટમેન્ટ કરી સાંભળતો અને બોલતો કરવો છે. ભુજના તબીબોએ તૈયારી બતાવી, મુંબઈ કોકેલ થેરેપી દ્વારા આજે મશીન દ્વારા સાંભળે છે અને થોડું થોડું બોલતો પણ થયો છે. સંસ્થાના સંકુલમાં પોલીસ વડા સૌરભ સિંઘ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન દિપાબેન, ઇલાબેન અંજારિયા, અવનીબેન જેઠી, ભાનુબેન પટેલ, સંસ્થાના પ્રમુખ કમળાબેન વ્યાસ વગેરેની હાજરીમાં દત્તક વિધિ થઈ ત્યારબાદ જ્યારે બાળકને તેની પાલક માતા સંસ્થાની દીકરી કે જે પોતે માંડ પંદર વર્ષની હશે તેને મૂકવા હર્ષ તૈયાર નહોતો. છ વર્ષમાં તેને સંસ્થાની દિકરીઓથી એટલી માયા બંધાઈ ગઈ હતી કે, તેને જવું જ નહોતું. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી સ્પેનની સિંગલ મધર નોર્મા માર્ટિનીસે હર્ષને જ્યારે દત્તક લીધો ત્યારે માહોલમાં સર્જાયેલા લાગણી ભર્યા દૃશ્યો જોઇને બોલી ઉઠી હતી કે, મારા માટે ભારતના બાળકને ઉછેરવો થોડું મુશ્કેલ ભર્યું છે કારણ કે, બન્ને દેશની ભાષા વચ્ચે ઘણો ફરક છે. મને માતૃત્વ આપવા બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. થેન્ક્યુ ઇન્ડિયા.હર્ષને ભુજ સંસ્થાની અનાથ દીકરીએ તેની નવી માતા નોર્માને સોંપવાની તૈયારી કરી ત્યારથી હર્ષની ન જવા માટેની જીદ્દ અને રડતા બાળકને જોઈ આ પ્રસંગે બે શબ્દો કહેવા ઊભા થયેલા પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘ પણ ગળામાં ડૂમો ભરાઈ જતાં બોલી શક્યા ન હતા. તેમના અત્યાર સુધીના તમામ પ્રસંગમાં આજનો દિવસ જેવી લાગણી પ્રથમ વખત થઈ છે. પોલીસ અધિકારી તરીકે સામાન્ય રીતે ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવતા હોય છે, પરંતુ આજે આ અધિકારી એક વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.આજની ઘડી જ એવી હતી કે કોઈ તેની ઉર્મિઓ રોકી શકે એમ નહોતા. સંસ્થાને ત્રણ દાયકાથી વધુ સમયથી જોડાયેલા ઇલાબેન આ પ્રસંગે આજના દિવસે તેમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રસંગો એવા આવ્યા છે કે, જ્યારે એમ થાય કે પ્રેમરૂપી પાણી સીંચીને ઉછેરેલા બાળકો જ્યારે અન્યના થાય છે, ત્યારે દુ:ખ તો જરૂર લાગે છે, પરંતુ રૂડા ભવિષ્યને જોતા હર્ષની લાગણી પણ અનુભવાય છે. આજે છ વર્ષ સુધી જેનું જતન કર્યું છે તે હર્ષ સ્પેન જઇ રહ્યો છે, ત્યારે એટલા જ આશીર્વાદ આપીશ કે તેનું ભવિષ્ય ઉજવળ બને અને સંસ્થાનું નામ રોશન કરે.છ વર્ષ સુધી સંસ્થામાં ઉછરેલો બાળક તેને પોતાનું ઘર જ માની લે છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ મોટી થયેલી દિકરીઓએ આ અનાથ બાળકને સંસ્થાન જેમ ઉછેર્યો હતો. નોર્માએ હર્ષને ગોદમાં લીધો ત્યારે તેનું રૂદન બંધ કરવા પ્રયાસો કર્યા હતા. તેને સ્પીચ થેરેપી આપીને બોલતો કરી દેવા માટે બનતુ કરી છૂટવાની ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News