ભુજનું ઐતિહાસીક હમીરસર તળાવ છલકાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-10 15:34:13
  • Views : 108
  • Modified Date : 2023-07-10 15:34:13

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના મોટા ભાગના જળાશયો ભરાયા છે. ભારે વરસાદના કારણે કચ્છના ભૂજમાં આવેલુ હમીરરસ તળાવ ઓવરફ્લો થયુ છે. તળાવ ઓવરફ્લો થતા ભૂજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે સમગ્ર ભૂજ શહેરમાં આવેલી સરકારી કચેરીઓમાં રજા રાખવામાં આવે છે. અને હમીરસર તળાવને પારંપરિક રીતે વધામણા કરવામાં આવે છે.આજે વિજય મુહૂર્ત સમયે હમીરસર તળાવના નીરના વધામણા કરવામાં આવ્યા છે. તેમજ આજે પાલિકાના સભ્યો, રાજવી પરિવાર તથા નાગરીકો પરંપરાગત ઉજવણી કરી. હમીરસર તળાવ છલકાતા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રુપે સેફટીના સાધનો તેમજ ડિઝાસ્ટરની ટીમનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News