પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ જળ સંચયના કામો કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવીએ ઃ કલેકટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 11:32:29
  • Views : 262
  • Modified Date : 2021-03-18 11:32:29

નલ સે યોજના અંતર્ગત
પાલનપુર તાલુકાના ટોકરીયા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે રૂ. ૨૪.૯૯ લાખના ખર્ચથી નિર્માણ પામેલ આંતરીક
પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું કે, લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારની નલ સે જલ યોજનામાં ઘર ઘર સુધી નળ મારફત પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાણીનો ખુબ જ કરકસર
પૂર્વક ઉપયોગ કરીએ તથા આ ઉનાળાના સમયમાં જળ સંચયના ખુબ મોટા પ્રમાણમાં કામો કરવામાં આવે જેથી ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે ભૂગર્ભ જળ ભંડારો ભરીને સમૃધ્ધ બનાવી શકાય. ગામના વિકાસ માટે ગામમાં એકતા, સંપ અને ભાઇચારો જરૂરી છે. ઘણાં ગામોમાં
સરપંચ અને ગ્રામજનોની એકતાના કારણે જળ સંચયના ખુબ સારા કામો પણ થયા છે. ગામડાઓના સર્વાગી વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનામાં પુરતા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે. ત્યારે આયોજનપૂર્વક કામો કરવામાં આવે તો ગામને સ્વચ્છ, સુંદર અને વિકસીત ગામ બનાવી શકાય છે.  સરકારની સુચના પ્રમાણે હાલમાં ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોના રસી સરકારી દવાખાનામાં મફત આપવામાં આવી રહી છે. ત્યારે કોઇપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય કોરોના રસી લઇ આપણા કુંટુંબ, ગામ અને સમાજને કોરોના વાયરસથી સુરક્ષિત રાખીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે કોરોનાની ગાઇડલાઇનનું
સંપૂર્ણપણે પાલન કરવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.  
આ પ્રસંગે કલેકટરના હસ્તે ગામની પાણી સમિતિના સભ્યશ્રીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ આશા વર્કર બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર કમલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી પરમાર, વાસ્મોના અધિકારી આશીષ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.
દિપક અનાવાડીયા, ટોકરીયા
સરપંચ અફસાબેન હીફજુરહેમાન દાઉઆ, સેદ્રાસણા સરપંચ પ્રેમજીભાઇ સહિત
આજુબાજુ ગામના
સરપંચઓ, અગ્રણીઓ સર્વ મોતીભાઇ પાળજા, પ્રવિણભાઇ, ભીખાભાઇ બેરા, મોહસીનભાઇ સહિત ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Download Our B K News Today App



Related News