પાલનપુરમાં ભૂર્ગભ ગટર લાઇન તુટતાં ગંદા પાણી રોડ ઉપર રેલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:05:27
  • Views : 449
  • Modified Date : 2019-04-30 13:05:27

પાલનપુર શહેરના સુખબાગરોડ વિસ્તારમાં ભૂર્ગભ ગટર લાઇન તૂટી જતાં ગંદા પાણી માર્ગ ઉપર વહી રહ્યા છે. જ્યાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. ત્યારે સત્વરે પાલિકા દ્વારા ગંભીર નોંધ લઇ ગટરની પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.પાલનપુર નગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાંખવામાં આવી છે. જોકે, આ કામમાં ગેરરિતી આચરાઇ હોવાના આક્ષેપો વચ્ચે કેટલાક વિસ્તારોમાં પાઇપલાઇન તૂટવા લાગી છે. જ્યાં શહેરના સુખબાગરોડ વિસ્તારમાં ભૂર્ગભ ગટર લાઇન તૂટી જતાં ગંદા પાણી માર્ગ ઉપર વહી રહ્યા છે. જ્યાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. આ અંગે સ્થાનિક રહિશોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, ગટર લાઇન લીકેજ થતાં રોડ ઉપર પાણી ભરાઇ રહે છે. વગર વરસાદે રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ રહી છે. ગંદા પાણીની બદબૂથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે સત્વરે પાલિકા દ્વારા ગંભીર નોંધ લઇ ગટરની પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News