બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભૂદેવો પોતાની માંગ સાથે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:32:43
  • Views : 716
  • Modified Date : 2020-05-27 17:32:43

સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દરેક લોકોને 50 દિવસ ઉપરાંતના લોકડાઉનના કારણે સ્થિતિ ગંભીર બની હતી. આવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને પોતાનું જીવન નિર્વાહ ચાલે તે માટે રાહત પેકેજ માટે સહાય આપવામાં આવી હતી.ત્યારે લોકડાઉંન દરમ્યાન લગ્નસરા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોં રદ થતા બાહ્મણોના ધંધા રોજગાર બંધ થઈ જતા તેમની હાલત કફોડી બની હતી જેને લઈને ધંધા સાથે સંકળયેલ બાહ્મણ સમાજ ને રાહત પેકેજ આપવાની માંગ કરાઈ હતી. હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ  મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બાહ્મણો અને પૂજારી ઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ સરકારી ગાઇડલાઇન નું પાલન કરી મંદિરો ખોલવાની મંજૂરી આપવાની માંગ કરાઈ હતી.

Download Our B K News Today App



Related News