ડીસાના ભોયણ ગામનો એકમાત્ર યુવાન આર્મી માં જોડાતાં ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 12:00:39
  • Views : 732
  • Modified Date : 2021-09-29 12:00:39

ડીસા શહેર ને અડીને આવેલા તેમજ પાલનપુર નેશનલ હાઇવે પરના અને ત્રણ હજાર થી વધુ જનસંખ્યા ધરાવતાં ભોયણ ગામનો એકમાત્ર ઠાકોર સમાજનો યુવાન આર્મી માં જોડાઇ તાલીમ પૂર્ણ કરી ગામમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ડીજે સાથે સ્વાગત સન્માન કર્યું હતું. ગુજરાતના યુવાનો છેલ્લાં દસેક વર્ષ થી બીએસએફ, પોલીસ તેમજ આર્મીમાં જવા માટે તનતોડ મહેનત કરી દેશ સેવા માટે જઇ રહ્યાં છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણ ગામના અલ્પેશજી ઠાકોર નામનો યુવાન થોડા સમય અગાઉ જ લશ્કરમાં ભરતી થઇ તાલીમ માં ગયો હતો. જો કે, લશ્કરી તાલીમ પૂર્ણ થતાં જ અલ્પેશજી ઠાકોર માદરે વતન ભોયણ ગામમાં આવી પહોંચતા ભોયણના ગ્રામજનો દ્વારા ડીજે ના તાલે લશ્કરી જવાન નું ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું અને ગામના લોકો દેશભક્તિ ના ગીત ઉપર ઝુમી ઉઠ્યાં હતાં. આ અંગે ભોયણ ના દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ભોયણ ની ત્રણ હજાર થી વધુની જનસંખ્યા સામે અન્ય નોકરીમાં યુવાનો છે પરંતુ લશ્કરી સેવામાં એકમાત્ર અલ્પેશજી ઠાકોર ની પસંદગી થઇ તે સમગ્ર ભોયણ ગામ અને ઠાકોર સમાજ માટે ગૌરવ ની બાબત છે.

Download Our B K News Today App



Related News