ડીસા ભોપાનગર વિસ્તારના લોકો 20 વર્ષથી રોડથી વંચિત... રોડ નહીં તો વૉટ નહીંની ચીમકી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 17:10:10
  • Views : 478
  • Modified Date : 2020-06-13 17:10:10

ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપ સાથે નગરપાલિકા બની છે ત્યારથી શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરોની મનમાની ના કારણે અમુક વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે. ડીસા શહેરના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ નથી તો પીવા માટે સારું પાણી આવતું કે નથી તો કોઈ રોડ કે ગટરની વ્યવસ્થા. આજે પણ ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખરાબ ગટરો અને રોડો ના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ બાબતે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં લોકોને વર્ષોથી કોઇ પણ પ્રકારની સુવિધા મળી નથી ત્યારે ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં ૨૦૦થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે 

Download Our B K News Today App



Related News