ઘ - ૫ ચોપાટી ખાતેથી ૧૫૦૦ ગરીબોને સવાર - સાંજ ભોજનની સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 12:18:51
  • Views : 464
  • Modified Date : 2020-04-19 12:18:51

ગાંધીનગરમાં કોરોના વાયરસનાં કહેરમાં લોકડાઉનથી સર્જાયેલી ચિંતાજનક પરિસ્થિતિમાં અનેકવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો ગરીબો, શ્રમજીવીઓ વગેરે ભૂખ્યાનાં જઠરાગ્નિ ઠારી રહ્યા છે.  રાજસ્થાન સમાજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ તેમજ ઘ - ૫ ખાતે આવેલાં ફૂડ કોર્ટનાં જલારામ ગ્રુપ દ્વારા દરરોજ સવાર - સાંજે ૧૫૦૦ જેટલાં જરૂરિયાતમંદ્દોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ઘ - ૫ ચોપાટી ખાતેથી ચલાવવામાં આવતાં આ
સેવાકીય અભિયાનમાં રોટલી - શાક, ખીચડી, પુલાવ, ચણા પુરી, પાઉં ભાજી બનાવીને આપવામાં આવે છે.
આ ભોજન સ્વયંસેવકો દ્વારા સેકટર ૧૬, ઘ - ૬ સર્કલ પાસે, સેકટર ૨૮ બગીચા વિસ્તાર, સે. ૨૦ અક્ષરધામ
પાસેની ઝુંપડપટ્ટી, સેકટર ૨૯ અને ૩૦ સર્કલ ખાતે વસ્તીમાં રૂબરૂ જઇ ભોજન પીરસવામાં આવે છે.
આ અભિયાનમાં સંસ્થાઓના તુલશીભાઈ માલી, જે. પી. ભાઈ, લાલ ભાઈ, રમેશભાઈ ઠક્કર,
રાજેન્દ્રસિંહ, નિલેશ ઠક્કર, અશોક રાઠોડ, ભરત તેલી, વિનોદ તેલી, જીતુ રાદડીયા, તાઉજી, નયન રાવલ, દિનેશ મોદી, સોનું ભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News