બહુચરાજી મંદિરના ભોજનાલયમાં પિરસવામાં આવ્યા સડેલા બટાકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:25:55
  • Views : 490
  • Modified Date : 2019-04-17 06:25:55

ઉત્તર ગુજરાતના યાત્રાધામ એવા બહુચરાજીમાં બહુચરમાતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી માઇભક્તો આવતા હોય છે અને તેઓને શુધ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તેવા શુભ આશયથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલાં ભોજનાલય સરૂ કરવામાં આવેલ હતુ. પરંતુ આ ભોજનાલય ખાનગી એજન્સીને ચલાવવા આપતાં ભોજનની ગુણવત્તા ન જળવાતા અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
બહુચરાજીમાં માં બહુચરના દર્શને મોટા પ્રમાણમાં માઇભક્તો આવે છે. આ ભક્તોને તકલીફ ના પડે તે માટે વર્ષો પહેલાં મંદિરના ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવતાં આવનાર દર્શનાર્થીઓને સસ્તાદરે શુધ્ધ અને સાત્વિક ભોજન મળી રહેતુ હતું અને લોકો પણ જમીને ખુશ થતા હતા. પરંતુ કેટલાંક સમયથી આ ભોજનાલય ખાનગી એજન્સીને આપવામાં આવેલ છે અને આ એજન્સીવાળા પોતાનો નફો રળવા માટે જે ભોજનમાં ગુણવત્તા હતી તે જળવાતી નથી અને હલકા પ્રકારનું ભોજન આપતા હોવાની અનેકવાર બુમરાડ ઉઠવા પામી છે. આ બાબતે લોકોએ મેનેજરને અનેકવાર રજૂઆત કરતાં મેનેજરના ઉડાઉ જવાબના કારણે લોકોએ મામલતદારને આ બાબતે રજૂઆત કરતાં મામલતદારે ભોજનાલયમાં તપાસ કરીને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News