ઉત્તર પ્રદેશ જતી ટ્રેનના ૧૩૦૦ શ્રમિકોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટે ભોજન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 12:05:46
  • Views : 543
  • Modified Date : 2020-05-17 12:05:46

કોરોના મહામારી સંદર્ભે સમગ્ર દેશમાં લોક-ડાઉનની
પરીસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં
પરપ્રાંતીય મજુરો જે રોજગારી અર્થે ગુજરાતમાં આવેલા પરંતુ વર્તમાન લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ છે,ત્યારે સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ અને બિહારના
પરપ્રાંતીય શ્રમિકો માટે તેમના વતન પરત જવા માટે ખાસ ટ્રેનો ચલાવવામા આવી રહી છે. ત્યારે આ મજુરો પાલનપુર રેલ્વે-સ્ટેશનથી ઉતરપ્રદેશ જઈ રહ્યા છે. આવીજ એક ખાસ ટ્રેન તા ૧૨/૦૫/૨૦૨૦ ના રોજ ઉત્તરપ્રદેશના જોનપુર જવા માટે રવાના થઇ. જેમાં કુલ જિલ્લાભરના ૧૩૦૦ શ્રમિકો વતન જવા રવાના થયા. આ તમામ શ્રમિકોના ભોજનની વ્યવસ્થા  પાલનપુરના સેવાભાવી એવા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટર સંદીપ સાગલે, પ્રાંત ઓફિસર શિવરાજ ગીલવા, સદભાવના ગ્રુપ ટ્રસ્ટના હરેશ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ દિનેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ વતન જતા તમામ શ્રમિકો માટે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા પોષ્ટિક એવા ભોજનમાં પૂરી, શાક અને મીઠાઈ તથા છાશ અને મિનરલ પાણી સાથેના સુંદર મજાના ફૂટ પેકેટ બનાવી દરેક વતન જતા શ્રમિકોને
ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News