સરકારી અને વહીવટી કામકાજ માટે દિયોદર, ડીસા, લાખણી અને કાંકરેજ જવું પડે છે ત્યારે મુખ્ય મથક ભીલડીને તાલુકાનો દરજ્જાે આપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 10:56:02
  • Views : 649
  • Modified Date : 2020-11-08 10:56:02

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું ઉભરતું વેપારીમથક ભીલડીને તાલુકાનો દરજ્જાે આપવા આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ૧૯૯૯ માં તેમની સરકારે ગુજરાતના વિવિધ તાલુકાનું વિભાજન કરતા ભીલડીને પણ તાલુકાનો દરજ્જાે આપ્યો હતો. પરંતુ ત્યારબાદ ૨૦૦૧ના વર્ષમાં તાલુકાનો દરજ્જાે રદ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી વર્ષો જૂની માંગ હજુ અધ્ધરતાલ રહેવા પામી છે.
વેપારી મથક ભીલડીની આજુબાજુ ૪૦ ગામડા છે અલગ- અલગ ચાર તાલુકાઓમાં વહેંચાયેલા છે. આ ગામડાઓનો ધંધાકીય વ્યવહાર ભીલડી સાથે સંકળાયેલ છે. જ્યારે સરકારી અને વહીવટી કામકાજ અન્ય તાલુકાઓ સાથે રહેલા છે. જેથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભીલડી વિસ્તારના આગેવાનો દ્વારા પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી ભીલડીને તાલુકાનો દરજ્જાે આપવા માંગ કરી છે. ત્યારે ભીલડીના આગેવાનોની ટીમ દ્વારા ગાંધીનગરમાં ભીલડીના સરપંચ મહેશભાઇ મોદી, પૂર્વ સરપંચ નારણભાઇ દવે, વેપારી મંડળના પ્રમુખ નટુભાઇ એમ.ઠક્કર, ભાજપ ડીસા તાલુકા પૂર્વ મહામંત્રી મનુભાઇ સી.બારોટ, ભીલડી ગ્રામ
પંચાયતના પૂર્વ સદસ્ય રામગર ગૌસ્વામી તેમજ ડીસા  વિધાનસભા મીડિયા સેલના કન્વીનર નારણભાઇ એલ.જોષીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સી.આર. પાટીલને તેમજ ડીસાના ધારાસભ્ય
શશીકાંતભાઇ પંડયા, પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી સમક્ષ રજુઆત કરી છે. જાેકે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત સરકારમાં ખાસ રજુઆત કરવાની ખાતરી
આપી છે. તો જોવાનું રહ્યું ભીલડીને તાલુકાનો દરજ્જાે મળશે ખરા ? જો દરજ્જાે મળે તો ભીલડી અને આજુબાજુના લોકોને મોટો ફાયદો થઈ શકશે તેમજ વેપારીઓના ધંધામાં પણ વિકાસ થશે.

Download Our B K News Today App



Related News