ભીલડી સબ માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાણું :ટેકાના ભાવ કરતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:21:17
  • Views : 428
  • Modified Date : 2021-10-20 12:21:17

ડીસા તાલુકામાં આ વર્ષે ખરીફ સીઝનમાં 30206 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયેલ છે જે મગફળી નીકળવાનું શરૂ થતા માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે જેમાં ભીલડી ખાતે આવેલ સબ માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક જોવા મળી રહી છે દૈનિક દશ હજાર થી વધુ બોરી ની આવક થતા માર્કેટયાર્ડ ધમધમી ઉઠયું હતું આ વર્ષે રાજ્ય સરકારે પણ મગફળીના ૧૧૧૦ રૂપિયા ટેકાના ભાવો જાહેર કર્યો છે જેમાં અત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન ની કામગીરી ચાલુ છે પરંતુ માર્કેટયાર્ડોમાં પણ ટેકા ના ભાવો કરતા પણ સારા ભાવો મળતા ખેડુતો મા પણ ઉત્સાહ છે અને હજુ આગામી દિવસોમાં પણ માર્કેટ યાર્ડમાં મગફળીની વધુ આવક થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે મગફળીના ભાવો જળવાઈ રહે છે કે નહી તે પણ જોવાનું રહ્યું પરંતુ અત્યારે તો માર્કેટ યાર્ડમાં મગફળીની આવક સાથે બહુ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ભીલડી સબ માર્કેટયાર્ડમાં મગળવારે મગફળીની 7000 જેટલી બોરીની આવક થઇ હતી જેમાં મગફળીના સૌથી ઊંચા ભાવ 117 રૂપિયા રહ્યો હતો જ્યારે નીચો ભાવ 1000 રૂપિયા જોવા મળ્યો હતો જ્યારે મગફળી નો એવરેજ ભાવ 1100 રૂપિયા રહેવા પામ્યો હતો

Download Our B K News Today App



Related News