ભીલડી સ્ટેટ બેન્કના એ.ટી.એમ.ને ચાર દિવસથી તાળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:44:34
  • Views : 477
  • Modified Date : 2020-05-25 11:44:34

બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ૩૫ ગામોનું વેપારી મથક છે. ભીલડી રેલ્વે જંકશન પણ છે. ભીલડીમાં માત્ર બે જ એટી એમ છે. જેમાં દેનાબેન્કનું એટીએમ ભીલડી બજારથી થોડુ દૂર છે. જ્યારે ભીલડી બસસ્ટેન્ડ નજીક એક માત્ર સ્ટેટ બેન્કનું એટીએમ છે, તે છાસવારે બંધ જોવા મળે છે. હાલમાં સ્ટેટ બેન્કનું એટીએમ શુક્રવારથી તાળા મારેલ હાલતમાં છે એકબાજુ કોરોનાની મહામારી ચાલે છે, ત્યારે મુસ્લિમભાઈ ઓનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે.  જેથી ભીલડી સ્ટેટ બેન્કનું  એટીએમ બંધ રહેવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ વીલા મોઢે પરત જાય છે. જેથી સત્વરે ભીલડી સ્ટેટ બેન્કનું એટીએમ ચાલુ થાય તેમ ભીલડીના ગ્રાહકો ઈચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News