ભીલડીના ઇન્દિરાનગર-ખેટવા જોડે સર્જાયો અકસ્માત : ડિવાઈડર પર ઊભી મહિલાને આઈસર ગાડીએ અડફેટે લીધા ઘટનાસ્થળે જ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 11:02:22
  • Views : 294
  • Modified Date : 2022-05-07 11:02:22

 

ભીલડી નજીક ઇન્દિરા નગર જોડે  અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા તાલુકા ના ખેટવા ગામના સોનાબેન મગનભાઇ રબારી ઉમર વર્ષ ૫૨ સવારના સમયે પોતાના પિયર જઈ રહ્યા હતા તે દરમિયાન ઇન્દિરા નગર ડીવાઈડર જોડે ઉભેલા હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી આઇસર ગાડી નબર GJ ૧૨BT ૧૪૯૬ ડીવાઈડર કૂદી સોનાબેન્ ના ઉપર ફરી વળી હતી ત્યારે સોના બેન્નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

 

ત્યારે સમગ્ર ઘટનાની ભીલડી પોલીસને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર બાદ ભીલડી સી એચ સી ખાતે પી એમ કરી લાશને વાલી વારશોને સોંપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News