ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે ભીલડી પોલીસની સરહનીય કામગીરી : પોલીસ સ્ટાફની મહેનતથી પક્ષી ઘર તૈયાર કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:47:18
  • Views : 218
  • Modified Date : 2022-03-22 11:47:18

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે દર વર્ષે સૌથી વધુ નલિયા બાદ ઠંડી અને ગરમી ડીસા તાલુકામાં પડતી હોય છે જેની સીધી અસર લોકો અને પશુ પક્ષીઓ પર જોવા મળતી હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટે પાણી માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે જે અંતર્ગત હવે સેવાકાર્યમાં પોલીસ જવાનો પણ જોડાઇ રહ્યા છે ભીલડી પોલીસ મથકે પણ પક્ષીઓને પીવા માટે પાણી અને ચણતર માટે દાણા મળી રહે તે માટે નવી પહેલ કરી નવો ચબુતરો બનાવવામાં આવ્યો છે.ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે લોકફાળો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફાળો એકત્રિત કરી નવિન પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં નાના નાના પક્ષીઘર બનાવવામાં આવ્યા હતા. ભીલડી પોલીસે પોલીસ સ્ટેશન ખાતે 5 લાખ ના ખર્ચે પક્ષી ઘર તૈયાર કરાયું છે. જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવામાં તકલીફ પડે ને માટે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ વાર ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ભીલડી નો લોકફાળો તેમજ પીએસઆઇ આર.જે.ચૌધરી અને પોલીસ સ્ટાફ ની મહેનતથી પક્ષી ઘર તૈયાર કરાયું હતું.તેનો આજે પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઇ ચૌધરી દ્વારા ભીલડી પોલીસ સ્ટેશન ખાતે આવેલ ગોગા મહારાજ ના સાનિધ્ય માં ભીલડી વિસ્તારના સરપંચો, ભીલડી પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો, આગેવાનો, યુવાન વગેરેની હાજરીમાં હા ચબુતરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News