અમદાવાદ શહેરના સરદારનગર પો..સ્ટે વિસ્તારની સગીરાના અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી ભીલડી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:10:35
  • Views : 205
  • Modified Date : 2022-06-22 11:10:35

 

લાખની ના લવાણા નો યુવાન ભીલડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થી ઝડપાયો

આરોપીને સરદાર નગર પોલીસ ને સોપ્યો

 સરહદી રેન્જ,ભુજ ના પોલીસ મહાનિરીક્ષકશ્રી  જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબનાઓએ સગીરબાળાઓના અપહરણના ગુનાઓના આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ટી.ગોહિલ સાહેબના સુપરવિઝનમાં તથા ઈન્ચાર્જ સર્કલ પો.ઇન્સ શ્રી જે.વાય.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જે.ચૌધરી  તથા ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન અમદાવાદ શહેરના સરદારનગર પો.સ્ટે ના ગુ.ર.નં એ/૧૧૧૯૧૦૪૦૨૨૫૨૧/૨૨ ઈપીકો કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬, પોક્સો કલમ ૪,૮,૧૨ વિ.ના ગુનાના કામના આરોપી ગોકળ ઉર્ફે ગોવિંદ ઉર્ફે આયુષ રાને સન ઓફ ભલાભાઈ માજીરાણા ઉ.વ.૧૯ રહે લવાણા તા- લાખણીવાળાને આજ રોજ ખાનગી બાતમી તથા ટેકનીકલ સર્વેલન્સ  આધારે  ભીલડી વિસ્તારમાંથી પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે સરદારનગર પોલીસને સોપેલ છે

Download Our B K News Today App



Related News