ભીલડી પોસ્ટેના અપહરણ તથા બળાત્કારના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ભીલડી પોલીસે પકડી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:23:51
  • Views : 196
  • Modified Date : 2022-03-22 11:23:51

બનાસકાંઠા જિલ્લામાં અપહરણ અને બળાત્કાર જેવા ગુનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પોલીસ દ્વારા પણ આવા આરોપીને પકડી કડકમાં કડક સજા કરવામાં આવી રહી છે ત્યારે ભીલડી પોસ્ટેના અપહરણ તથા બળાત્કારના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ભીલડી પોલીસે પકડી પાડ્યો હતો..  ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરી તથા ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ભીલડી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે તપાસ કરતાં ભીલડી પોલીસ સ્ટેશન પર IPC કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ વિગેરે મુજબના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપી ફતેસીંગ બબાજી ઠાકો પાટણવાળાનાને  આજરોજ ભીલડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો..જેની આગળની તપાસ સર્કલ પોલીસ ઇન્સપેકટર ડી.વી.ડોડીયા ચલાવી રહ્યા છે

Download Our B K News Today App



Related News