ડીસાના મુડેઠા ગામના સરપંચ છુટા કરાયેલ ડ્રાઇવરે ટ્રેક્ટર થી ટક્કર મારી હત્યા કરતા ભીલડી પોલીસે હત્યારા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:36:02
  • Views : 419
  • Modified Date : 2021-09-07 11:36:02

     ડીસાના મુડેઠા ગામના સરપંચ ની છુટા કરાયેલ ડ્રાઇવરે ટ્રેક્ટર થી ટક્કર મારી હત્યા કરતા ભીલડી પોલીસે હત્યારા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલો જોઈએ તો ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સરપંચ ને ટ્રેક્ટરથી ટક્કર મારી કચડી નાખી હત્યા કરી હોવાની ઘટના બની છે. મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડ ને ત્યાં ઈશ્વરજી રાઠોડ નામનો વ્યક્તિએ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો થોડાક સમય પૂર્વે તેને છૂટો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે રાત્રે સરપંચ તેમની કાર લઈને રતનપુરા ક્રોસિંગ પાસે થી પસાર થઇ રહ્યા હતા તે સમયે છૂટો કરાયેલ ડ્રાઇવરે અંગત અદાવત રાખી સરપંચ ની કાર ને ટ્રેક્ટર થી ટક્કર મારી હતી. જોકે તે સમયે અકસ્માત ગ્રસ્ત કારમાંથી બહાર નીકળી સરપંચે ડ્રાઇવર ઇશ્વરજી ને ઉભો રહેવાનો ઈશારો કર્યો હતો. જોકે ત્યાર બાદ પણ ડ્રાઇવરે સરપંચ કાંતિજી ને ટ્રેકટર વડે ટક્કર મારી સરપંચ ને કચડી દઈ ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે સરપંચના પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા. ગામમાં સરપંચની હત્યા થી તંગદીલી ભર્યુ વાતાવરણ થતાં ભીલડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે પોલીસે હત્યારા ઇશ્વરજી રાઠોડ ની તાત્કાલિક અટકાયત કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોકપ્રિય સરપંચની હત્યાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે આજે વહેલી સવારે નીકળેલી સરપંચની અંતિમયાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું.

Download Our B K News Today App



Related News