બટાકાના ભાવની અસર બજારમાં જાેવા મળી હોળી-ધૂળેટીના તહેવારોના ટાંણે ભીલડીની બજાર સુમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:45:32
  • Views : 462
  • Modified Date : 2021-03-24 11:45:32

હોળી અને ધૂળેટીના તહેવારોને ગણત્રીના દિવસ બાકી રહ્યા છે. તેવામાં બજારોમાં ધંધા-રોજગાર ધમધમવાની જગ્યાએ મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ડીસા સહિત ભીલડી બજારનો મુખ્ય આધાર ખેતી છે. ત્યારે આ વર્ષે ખેડૂતોએ વાવેતર બટાકાના ભાવમાં મંદી ચાલી રહી છે જેની સીધી અસર બજાર પર જાેવા મળી રહી છે.
આ બાબતે ભીલડીના કેટલાક વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારોમાં બટાકાના ભાવની અસર જાેવા મળી રહી છે ખેડૂતોને બટાકાના ભાવ ન મળતાં બજારોમાં પણ મંદીનો માહોલ સર્જાયો છે બીજી તરફ કોરોનાની લહેરને લઈ બજારોમાં આવતા લોકો પણ અચકાઇ રહ્યા છે જેથી કરી હોળી-ધૂળેટીના તહેવારોને ટાણે પણ બજારો ખાલીખમ ભાસી રહી છે. ભીલડીની બજાર ગ્રામીણ અર્થતંત્ર પર આધારિત હોવાથી ખેડૂતોને આ વર્ષે બટાકાના ભાવ ન મળતાં બજારના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

Download Our B K News Today App



Related News