ડીસાના રતનપુરા ગામે નજીવી બોલાચાલીમાં પત્ની અને પુત્રએ પિતાની હત્યા કરતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:36:15
  • Views : 1384
  • Modified Date : 2020-06-14 17:36:15

..બનાસકાંઠા જિલ્લોએ અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યા અને આત્મહત્યાના બનાવો બહાર આવી રહ્યાં છે. ક્યાંક પૈસાની લેવડ દેવડમાં હત્યા થાય છે તો ક્યાંક ન જેવી બોલાચાલીમાં હત્યા થાય છે. હાલના યુગમાં હત્યા પાછળ ખાસ પોતાના ઘરના લોકો જ હોય છે. બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલ હત્યાઓના કેશોમાં  મોટાભાગે પોતાના પરિવારના સભ્યો જ બહાર આવ્યા છે. ત્યારે જિલ્લામાં વધી રહેલ આત્મહત્યા અને હત્યાની ઘટનાઓને રોકવામાં પોલીસ પણ નિષ્ફળ નીવડી રહી છે. દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલ ક્રાઈમની ઘટનાઓથી પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકડાઉન ખુલતાની સાથે જ જિલ્લામાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ રોજ બરોજની બનતી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ બે હત્યાની ઘટનાઓ ભીલડી ખાતે બનવા પામી હતી

Download Our B K News Today App



Related News