ભીલડી : નવા વિજ કનેક્શન માટે વ્યાજે લાવેલા નાણાં ભરી દીધા પણ વીજ કંપની પાસે ઉપકરણો જ નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-11 13:01:14
  • Views : 281
  • Modified Date : 2021-06-11 13:01:14

      ડીસાના ભીલડી પંથકમાં ખેડૂતોને નવા વિજ કનેક્સન લેવા માટે એસ્ટીમેન્ટની રકમ ભરવા વ્યાજે નાણાં લાવ્યા છે. જેનું વ્યાજ ખેડૂતો ભરી રહ્યુ છે.પરંતુ વિજ કંપની દ્રારા ઉપકરણો ન હોવાના બહાના બતાવતા હોઈ ચોમાસુ સિઝન માટે ખેડૂતોને મોડુ થઈ રહયું છે અને કપાસના વાવેતરમાં પણ ખેડૂતો લેટ પડી રહ્યા છે. પોતાના ખેતરમાં બોર માટે નવા કનેક્સન માંગવામાં આવે છે. જેને લઈને તંત્રની નઘરોળતાથી ખેડૂતો ઓફિસ પર ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂત પોતાના ખેતરમાં નવીન બોર બનાવવા ફુવારા સહિત ૮ લાખથી વધુ ખર્ચો કરીને બોર બનાવે છે. લાચાર જગતનો તાત વ્યાજે અથવા પોતાના દાગીના વેચીને બોર બનાવે છે. અને ઉતર ગુજરાત વિજ કંપનીમાં ખેડૂત પોતાના કનેક્સનનું એસ્ટીમેન્ટ ભરવા તૈયાર હોવા છતા બે મહિના વીતી ગયા  છતા ઉતર ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને મટેરિયલ નથી અથવા ડી.પી નથી કેબલ નથી અથવા મીટર નથી તેવા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે તેમજ તાઉત વાવાઝોડામાં વીજ કંપનીનો સામાન વપરાઇ ગયુ છે તેના કારણે અછત ઉભી થઇ છે. તેવો જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્રો છે.

     એક બાજુ ચોમાસુમાં કપાસનું વાવેતર મોડુ છે. છતા એક જ જવાબ કે ઉપરથી સામાન આવતો નથી..એકબાજુ ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતોને ૧ વર્ષમાં  કનેક્સન ચાલુ કરીશું. પરંતુ હજુસુધી સરકાર સામાન પણ આપી શકતી નથી. આ મોંઘા ૮ લાખમાં બોર બનાવી ખેડૂત એસ્ટીમેન્ટ પણ ભરે છે. એક બાજુ ચોમાસુ સિઝનમાં વાવેતર ખેડૂતો લેટ પડી રહ્યાં છે. અને ખેડુત એસટીમેન્ટ ભર્યાને બે માસ થયા છતા ખેડુતોને નવા વિજ કનેક્સન આપવામાં આવ્યા નથી અને જેને લઇને ખેડુતોની હાલત દયનીય બની છે. 

Download Our B K News Today App



Related News