ભીલડી પંથકમાં સરકાર દ્વારા સબસિડીમાં મગફળીનું બિયારણ આપવાની માંગ :ચોવીસ ના ભાવે વેચાઇ રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-28 17:22:41
  • Views : 594
  • Modified Date : 2020-05-28 17:27:11

ભીલડી પંથકમાં ખેડૂતો દ્વારા ચોમાસુ સિઝનની મગફળીનું વાવેતર સૌથી વધારે થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે મગફળીના ભાવો આસમાને પહોંચતા ચાલુ વર્ષે નો ભાવ ચોવીસો આજુબાજુ રહેવા પામ્યો છે ત્યારે ચાલુ વર્ષે મગફળીના બિયારણના ભાવમાં ધરખમ વધારો થતા ખેડૂતોને મગફળીના બિયારણ ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે સરકાર દ્વારા સંઘ મારફતે સબસિડી વાળુ બિયારણ દર વર્ષે આપવામાં આવતું હતું પરંતુ આ વર્ષે મગફળીના ભાવ વધતા ભીલડી પંથકમાં હજુ સુધી સબસીડીવાળું  મગફળીનું બિયારણ આપવામાં આવ્યું નથી જેમાં ભીલડી પંથકમાં મગફળીનું સબસીડી વાળું બિયારણ મળી રહે તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News