લોકસભાની સાબરકાંઠા બેઠક માટે ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારીથી પીછેહટ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-24 13:09:13
  • Views : 300
  • Modified Date : 2024-03-24 13:09:13

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે ચૂંટણી લડવાને લઈ અનિચ્છા દર્શાવી છે. ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ ભીખાજીએ શનિવારે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. આમ હવે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ નિવેદન કર્યુ છે. તુષાર ચૌધરીએ કહ્યુ છે કે, હારના ડરથી ભાજપે ઉમેદવાર બદલ્યો છે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચૂંટણીને કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યુ હતુ કે, ઇન્ડિયા ગઠબંધનને લઈ સાબરકાંઠા બેઠકમાં મોટો ફાયદો થશે એવો દાવો કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, ગઠબંધનના લાભને લઈ તેઓની જીત નક્કી છે. આમ ભાજપે હારના ડરને કારણે ઉમેદવાર બદલ્યા હોવાનું ગણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News