છાલામા ભાજપ, અડાલજમાં કોંગ્રેસ અને ડભોડા બેઠકમા આપની ઉમેદવારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:25:56
  • Views : 295
  • Modified Date : 2021-02-13 11:25:56

ગાંધીનગર જિલ્લા
પંચાયતની તાલુકામાં આવતી ૮ બેઠક માટે ઉમેદવારી શુક્રવારે નોંધાઇ હતી. જેમાં છાલા બેઠક પર ભાજપના હસમુખ પટેલ અને ડમી, અડાલજ બેઠક પર કોંગ્રેસના લીલાબેન ઠાકોર અને ડમી તથા ડભોડા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી શારદાબેન યાદવ અને ડમી ઉમેદવારે ફોર્મ ભર્યુ હતુ. જિલ્લામાં મોટી સંખ્યામાં ઉમેદવારી કરવામાં આવી છે. આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારી થાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના એક દિવસ પહેલા મોટી સંખ્યામાં ઉમેદવારી થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર મેન્ડેડ વિના ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે દહેગામમાં જિલ્લા પંચાયતની બેઠક માટે ૨૨, તાલુકા
પંચાયતમાં ૬૨ અને
નગરપાલિકામા ૧૧ ઉમેદવારી નોંધાઇ હતી. જ્યારે ગાંધીનગરમાં માત્ર ૫ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાં બે ડમી ઉમેદવારનો સમાવેશ થતો હતો. કલોલમાં જિલ્લા પંચાયત માટે ૧૯, નગરપાલિકા માટે ૬૮ અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકમાંથી ૧૪ બેઠક માટે ૪૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

Download Our B K News Today App



Related News