મનપા ચૂંટણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવા બેઠક યોજીને માર્ગદર્શન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:18:55
  • Views : 251
  • Modified Date : 2021-03-22 11:18:55

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર
પાલિકાની ચૂંટણી ૧૮ એપ્રિલે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. મનપાની ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ ભાજપ દ્ધારા સિનિયર કેબિનેટ મંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશમંત્રી અમિત ઠાકરને
મનપાની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપાઈ છે. ત્યારે શહેર ભાજપનું સંગઠન ચૂંટણી માટે સજ્જ છે.
કોઈપણ પ્રકારની ચૂંટણી હોય ભાજપા દ્વારા સંગઠન લક્ષી અને ચૂંટણી લક્ષી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. તેના ભાગરૂપે ૨૦ માર્ચના રોજ ચૂંટણી ઇન્ચાર્જ ઓ પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને પૂર્વ પ્રદેશમંત્રી અમિત ઠાકરે વોર્ડ ન. ૧થી ૫માં આગામી આયોજન અંગેચર્ચા વિચારણા કરવા તેમજ સંગઠનાત્મક વ્યવસ્થાઓના અનુસંધાને વોર્ડના
પદાધિકારીઓ, અગ્રણી, ચૂંટાયેલા સભ્યો, સક્રિય કાર્યકર્તાઓ, બુથનાં પ્રમુખો, કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બંન્ને મહાનુભાવોએ કાર્યકર્તાઓની મહેનત અને જનતાના સાથ-સહકારથી આગામી ચૂંટણીમાં ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકોમાં મેયર રીટા પટેલ, મહાનગરના પ્રમુખ ઋચિરભટ્ટ, મહામંત્રીઓ કનુભાઈ દેસાઈ,  ધર્મેન્દ્રસિંહ વાઘેલા,  ગૌરાંગભાઈ પટેલ તેમજ શહેર સંગઠનના
પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   તા.૨૧ માર્ચે વોર્ડ નં. ૬ થી ૧૧ માં પ્રદેશ ઇન્ચાર્જ ઓની ઉપસ્થિતિ વોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News