પાટણ લોકસભા મતવિસ્તારની મતગણતરીને લઇને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:22:26
  • Views : 420
  • Modified Date : 2019-05-12 11:22:26

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા
પાટણ સંસદીય મતદાર વિભાગની તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. જેની મતગણતરી તા.૨૩ મેના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે સરકારી ઇજનેરી કોલેજ,કતપુર ખાતે  યોજવામાં આવશે. જે મત ગણતરી દરમિયાન લોકસભા મતવિસ્તારના ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટને જરૂરી સૂચનાઓ આપવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશભાઇ પટેલના
અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશભાઇ
પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ મતગણતરી હોલમાં મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહીં.તેમજ મતગણતરી હોલમાં ધુમ્રપાન કરી શકાશે નહીં. મતગણતરી કેન્દ્રના ૧૦૦ મીટરના પેરીફેરી વિસ્તારમાં કોઇપણ વાહન પ્રવેશી શકશે નહીં. પોસ્ટલ બેલેટ સવારે ૭ઃ૦૦ કલાકે જિલ્લા તિજોરી કચેરી પાટણ ખાતેના સ્ટ્રોંગરૂમથી મતગણતરી કેન્દ્ર ખાતે લઇ જવામાં આવશે. જ્યારે સરકારી ઇજનેરી કોલેજ  કતપુર ખાતે બી.યુ./સી.યુ./વી.વી.
પી.એ.ટી. સંગ્રહ કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમ તા. ૨૩ મે ૨૦૧૯ના રોજ સવારે ૭ઃ૦૦ કલાકે ખોલવામાં આવશે. જે સમયે ઉમેદવાર/ચૂંટણી એજન્ટે હાજર રહેવું પડશે. દરેક વિધાનસભા દીઠ મતગણતરીના ૧૪ ટેબલ રહેશે. ટેબલ દીઠ એક મતગણતરી એજન્ટ રાખી શકાશે. મતગણતરી એજન્ટની નિયુક્તિ તેમજ મતગણતરી એજન્ટના ઓળખકાર્ડ જે-તે વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી  દ્વારા  આપવામાં આવશે. પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૪ ટેબલ રાખવામાં આવેલ છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી એજન્ટની નિયુક્તિ કરવાની રહેશે.
આ ઉપરાંત મતગણતરી હોલની અંદર તથા મતગણતરી કેન્દ્ર તથા બિલ્ડીંગની અંદર કોઇપણ મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ,કેમેરા વગેરે પ્રતિબંધિત હોઇ લાવી શકાશે.આમ વિધાનસભા મત વિભાગ દીઠ પાંચ વી.વી.પી.એ.ટી.ની સ્લીપ ફરજીયાત ગણતરી કરવામાં આવશે.આ સિવાય મતગણતરી હોલ  ખાતે  સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હશે.જે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સમગ્ર કામગીરીની વિડીયોગ્રાફી પણ થશે.

Download Our B K News Today App



Related News