પાટણ પાલિકાના ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસ દરખાસ્ત માટે મળેલી બેઠક મુલત્વ રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:18:48
  • Views : 370
  • Modified Date : 2019-07-20 11:18:48

પાટણ નગરપાલિકાના
ઉપપ્રમુખ સામે ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તના પગલે શુક્રવારના રોજ બપોરે નગર
પાલિકાના પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભાની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકો મોટી સંખ્યામાં ગેરહાજર રહેતા સભા નોન કોરમ તથા આજની બેઠક મુલÂત્વ રાખીને આગામી દિવસોમાં ફરીથી બેઠક બોલાવવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નગરપાલિકાના ઉપપ્રમુખ વસંતભાઈ બાબુલાલ પટેલ સામે ભાજપના ૧૫ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા નગર
પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ
પટેલ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ ૫૧ (૨)
ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્ત આ મામલે ખાસ સામાન્ય સભા ની બેઠક બોલાવી હતી. બપોરે ૧૨ કલાકે નગર
પાલિકાના સભાખંડમાં મળેલી આ બેઠકમાં પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પાંચ નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠક ને કોરમ થવા માટે  ઓછામાં ઓછા ૧૫ સભ્યો જરૂરી હતા પરંતુ પૂરતું સંખ્યાબળ ન થવાના કારણે બેઠક નોન કોરમ થતા પાલિકા પ્રમુખ અડધો કલાક માટે સભા સ્થગિત કરીને ફરીથી બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ફરી ૧૨.૩૦ કલાકે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રમુખ સહિત ભાજપના કુલ ૭ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે બાકીના ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેથી બેઠક નોન કોરમ થતાં પાલિકા પ્રમુખે આજની બેઠક મુલÂત્વ રાખી ને આગામી દિવસોમાં ફરી અવિશ્વાસની દરખાસ્ત મામલે બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો.
ગતરોજ મળેલી બેઠકમાં
પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ
પટેલ ભાજપના સભ્ય દામિનીબેન પ્રજાપતિ,
બીપતભાઈ પરમાર, મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર નરેશભાઈ દવે, ચીફ ઓફિસર આર. એચ. પટેલ, ઓ. એસ.
જય રામી સહિતના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News