ડીસામાં વધી રહેલા કોરોનાના કેસને લઈ બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 11:28:42
  • Views : 952
  • Modified Date : 2020-06-06 11:28:42

બનાસકાંઠામાં સતત કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે ત્યારે ડીસામાં ચિંતાજનક હદે વધી રહેલા કેસને લઈને ડીસા મામલતદાર કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા.
બનાસકાંઠામાં સતત કોરોના પોઝીટીવ કેસ વધતા આંક ૧૨૫ ને પાર થયો છે. સાથે ડીસામાં હવે લોકલ કોરોના પોઝીટીવ કેસ શરૂ થતાં સમગ્ર નગરવાસીઓ ચિંતીત છે.  ડીસા મામલતદાર કચેરી ખાતે વહીવટ તંત્ર અને વિવિધ વેપારીઓ એસોસિએશન સાથે બેઠક મળી હતી. જેમાં ડીસા નાયબ કલેકટર એચ.એમ.
પટેલ, ડીસા ધારાસભ્ય
શશીકાંત પંડયા, ડી.વાય.એસ.પી. ડો. કુશલ ઓઝા, મામલતદાર એ.જે.
પારધી હાજર રહ્યા અને ડીસામાં વધી રહેલા કેસોને લઈને ડીસા બજાર બપોરે ચાર વાગ્યા સુધી ચાલુ રાખવા વેપારી એસોસિએશનના પ્રમુખો દ્વારા સ્વેચ્છાએ નિર્ણય લેવાયો હતો.  જિલ્લાની એકમાત્ર શાકમાર્કેટ જે ડીસામાં આવેલી છે. આ માર્કેટ રાત્રે ખોલવા વેપારીઓ સ્વેચ્છાએ તૈયારી દર્શાવી હતી. જોકે સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે ભીડ ભેગી ન થાય તેની તકેદારી રાખવા પણ આદેશ કરાયા હતા. જોકે પોલીસ કડક બની વગર કામે લટાર મારવા નીકળતા લોકો સામે કાર્યવાહી કરવા અને ટોળું ભેગું થયેલ હોય તો તેમની સામે કાર્યવાહી કરવા નાયબ કલેકટરે આદેશ કર્યા હતા.
આ બાબતે ધારાસભ્યે જણાવ્યું હતું કે હવે લોકલ અને સોસાયટીમાં કેસ આવી રહ્યા છે. ત્યારે તકેદારી રાખવી જરૂરી છે. જેથી બેઠક મળી હતી. જેમાં વેપારીઓ ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે. જ્યારે માર્કેટ રાત્રે ખોલવા નિર્ણય લેવાયો છે અને આ સાથે ડીસાની જનતા પણ સાવચેતી રાખે તે જરૂરી છે.
આ બેઠકમાં ઉત્તર, દક્ષિણ પોલીસ મથકના પી.આઈ. બી.વી.પટેલ, પી.એસ. આઈ., ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, રાજુભાઇ ઠકકર, જગદીશભાઈ મોદી, રાજુભાઇ ઠાકોર, દિલીપભાઈ ઠકકર સહિત વેપારીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News