જિ.પં.માં ભાજપના નવા નિશાળીયાઓ બેઠક અધુરી મુકી જતા રહ્યા ઃ કોંગ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:10:47
  • Views : 427
  • Modified Date : 2021-03-31 12:10:47

ગાંધીનગર જિલ્લા
પંચાયતમાં પ્રમુખની વરણી બાદ પહેલીવાર સભા અને પ્રથમ બજેટ બેઠક મળી હતી. બજેટ રજૂ થાય તે પહેલા વિરોધપક્ષ કોંગ્રેસના સદસ્ય અજિતસિંહ રાઠોડે એજન્ડામાં રહેલી ભૂલો અને વહિવટી ખામીને સભા સમક્ષ ઉજાગર કરી હતી. ત્યારે ખાસ એજન્ડા બતાવી વર્ષ ૨૦૧૯મા મળેલી છેલ્લી સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ વંચાણે લઇને બહાલી આપવાની હોય છે. પરંતુ હજુ સુધી બહાલ રાખી નથી. જે વહિવટી ભૂલ કહેવાય ત્યારબાદ પ્રમુખે વર્ષ ૨૦૨૧-૨૨નુ બજેટ રજૂ કર્યુ હતું.
બેઠકમાં રૂ. ૨૧.૫૩ કરોડનુ સ્વ ભંડોળનુ બજેટ રજૂ કરતા સાશકપક્ષના સભ્યોએ
પાટલી થપથપાવી મંજુર કર્યુ હતંુ. ત્યારબાદ બજેટ ઉપર ચર્ચા થવી જાેઇએ, તેવી માંગ કોંગ્રેસના સદસ્યોએ કરી હતી. જેમાં પાણી અને ગટર સહિતની સમસ્યાઓના ઉકેલ માટે જાેગવાઇ થવી જાેઇએ તેવી માંગ કરી હતી. પરંતુ બહુમતિમાં રહેલી ભાજપે માંગનો અસ્વિકાર કર્યો હતો. બજેટને બહુમતિના જાેરે મંજૂર કરાયુ હતંુ. સાથે જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨નંુ લેબર બજેટ મુક્યુ હતંુ. આ બજેટની કોપી કોંગ્રેસના સદસ્યોને નહિ મળવાથી વિરોધ કર્યો હતો, જે મંજુર કર્યુ ન હતંુ.  ભાજપે તેને મંજુર ગણી સમિતીઓની રચના કરી નાંખી હતી. કોંગ્રેસે કહ્યુ હતંુ કે, ભાજપના નવા નિશાળિયા સભાને પૂરી થઇ તેમ બોલ્યા નથી અને તેમના સહિત તમામ સદસ્ય ભાજપના જતા રહ્યા હતા. જેને લઇને કોંગ્રેસે પ્રમુખ તરીકે શનાભાઇને બેસાડી કાર્યવાહી આગળ ચલાવી હતી, જેમાં લેબર બજેટને નામંજુર કર્યુ હતુ અને અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવા માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News