કોઇટા ગામે લીમડાનું વૃક્ષ પડતાં બે ભેંસોના મોત બે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:11:58
  • Views : 417
  • Modified Date : 2019-09-22 11:11:58

સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શનિવારે વરસાદની સાથે સાથે વાવાઝોડું ફુંકાતા તબેલા
પાસે મોટા લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં બે ભેંસોના મોત થયા હતા. જયારે બે ભેંસો ગંભીર રીતે ઘાયલ થતાં
પશુપાલક ઉપર આભ ફાટી
પડયું છે.
સરસ્વતી તાલુકાના કોઇટા ગામના ઢુકકા મહમદભાઇ ગનીભાઇ તેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે.  શનિવારે બપોરના સમયે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા તબેલા પાસે મોટા લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે તબેલામાં ઉભેલી ભેંસો ઉપર
પડતાં બે ભેંસોના ઘટનાસ્થળે મોત થયા હતા. જંગરાલ સરકારી પશુ દવાખાનાના ડા.એન.કે.દેસાઇ અને પશુ નિરીક્ષક કોઇટા ડા.દિલીપભાઇ પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઘાયલ થયેલી ભેંસોને સારવાર આપી હતી. પરંતુ સારવાર દરમયાન ભેંસો મૃત્યુ પામી હતી. આ મોટા લીમડાના વૃક્ષ નીચે દટાયેલી ભેંસોને કાઢવા માટે જે.સી.બી.લાવીને ભેંસોના મૃતદેહોને બહાર કાઢયા હતા.
આ ઘટનાસ્થળે સરપંચ રણજીત ઠાકોર, ડે.સરપંચ ઇમ્તિયાઝભાઇ મુમન, તલાટી હાર્દિકભાઇ પટેલ, તોફીકભાઇ. આર.મોમીન સહિત લોકોદોડી આવી બચાવ કામગીરીમાં જોડાયા હતા

Download Our B K News Today App



Related News