ગુજરાતમાં 21 વર્ષ પહેલા જૂન મહિનામાં જ કંડલામાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 13:19:21
  • Views : 865
  • Modified Date : 2019-06-11 13:19:21

12 જૂનના રાતના 2 વાગ્યાની આસપાસ ગુજરાતના વણાકબારા-સરખાડીથી 110 કિલો મીટરની ઝડપે ત્રાટકશે. ગુજરાતમાં આ પહેલા પણ પ્રચંડ એવું કંડલાનું વાવાઝોડું આવી ચૂક્યું છે. યોગાનુયોગ કંડલાનું વાવાઝોડું પણ વર્ષ 1998ની 9મી જૂને જ ત્રાટક્યું હતું. આમ ગુજરાત માટે જૂન જોખમરૂપ છે. પ્રતિ કલાકના 150 કિલોમિટરની ઝડપે ફૂંકાયેલો પવન પોતાની સાથે આખા અરબી સમુદ્રને લઈને કચ્છના નાનકડા કંડલા પર ત્રાટક્યો હતો. જેને પગલે સત્તાવાર 1000 લોકોના મોત થયા હતા. કંડલા બંદરને સામાન સહિત ઉડાડી દીધું હતું.માત્ર એટલું જ નહીં, બંદર પરના હજારો ટનની લોખંડી ક્રેન પવનના જોર સામે 180 ડિગ્રીએ વાંકા વળી ગયા હતા.બિન સત્તાવાર રીતે 10,000થી વધુ શ્રમિકોને દરિયો તાણી ગયોવાવાઝોડા સાથે આવેલાં દરિયાનાં ઊંચી દીવાલ જેવાં મોજાં આખા કંડલામાં ફરી વળ્યાં અને પાછાં ફરતી વખતે એ મોજાં કાચીપાકી કૉલોનીઓ સહિત એમાં રહેતા 10,000થી વધુ શ્રમિક સ્ત્રી-પુરુષ અને બાળકોને પોતાની સાથે હંમેશ માટે દરિયો તાણી ગયો. આ કમનસીબોને ગુજરાત સરકાર, પૉર્ટ ટ્રસ્ટ કે એમના કૉન્ટ્રાક્ટરો તરફથી વાવાઝોડાની કોઈ જ આગોતરી સૂચના મળી નહોતી. જાનહાનિનો 1,000નો સરકારી આંકડો આવ્યો એ તો રસ્તા પરથી મળેલા મૃતદેહોનો હતો.પરંતુ દરિયો તાણી ગયો હજારો માણસોનો તો કોઈ હિસાબ આજ સુધી મળ્યો નથી.કંડલાના હજારો અસરગ્રસ્તોથી અમદાવાદ રેલવે સ્ટેશન ઊભરાયુંકંડલાના વિનાશક વાવાઝોડામાં કેટલાંક સ્વજનોથી માંડી સંપૂર્ણ ઘરબાર ગુમાવી ચૂકેલા બિનગુજરાતી શ્રમિકોની કંડલાથી એકધારી હિજરત ચાલુ થઈ ગઈ હતી અને આવા હજારો હિજરતીઓ તેમના બિહાર, એમપી, યુપી કે રાજસ્થાનમાં માદરે વતન જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભરાઈ ગયા હતા. કંડલાથી ટ્રેનમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન આવીને માદરે વતન જવા કાલુપુર સ્ટેશન પર પડાવ નાંખનાર આ કમનસીબોએ અહીં પોલીસનો અકારણ માર ખાવાથી માંડીને બે દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહેવાની વેદના વેઠવી પડી છે. જોકે, પાછળથી કેટલાંક સામાજિક કાર્યકરો દ્વારા એમને ગરમ બટાકા પૌંઆ, બ્રેડ અને બટાકાવાળું શાક આપવામાં આવતાં તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. રેલવે રિક્ષાવાળોએ પણ બે બે રૂપિયા ઉઘરાવીને અસરગ્રસ્તો માટે ફ્રૂડ પેકેટ તૈયાર કરવાની જવાબદારી ઉપાડી હતી.કંડલાના વિનાશ પાછળ મુખ્ય જવાબદાર સ્ટોર્મ સર્ચ હતુંકંડલા ખાતે બંદરથી એક-દોઢ કિલોમીટર સુધી જળરેલ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિક તારણ બહાર આવ્યું હતું. કંડલાના વિનાશ માટે જવાબદાર આ સ્ટોર્મ સર્ચની મુખ્ય પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી. પરંતુ વાવાઝોડાંની અસર 700 કિલોમીટર ત્રિજ્યામાં મળી હતી. આ સ્ટોર્મ સર્ચ જામનગરથી પસાર થયા બાદ નવલખી અને મુન્દ્રા વચ્ચેથી પસાર થતાં કંડલા બંદર મધ્યમાં આવી જતાં અહીં સૌથી વધુ વિનાશ વેરાયો હતો. આ સ્ટોર્મ સર્ચને કારણે દરિયાનું પાણી કંડલા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટર સુધી ફરી વળ્યું હતું અને ખાડી વિસ્તારમાં 18 ફૂટ જેટલો પાણીનો ભરાવો થયો હતો. કાંઠે લગભગ 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાનું નોંધાયું હતું. આ સ્ટોર્મ સર્ચની પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી તેને લીધે કંડલાથી 28 નોટિકલ માઈલ દૂર આવેલા નવલખીમાં પણ તારાજી સર્જાઈ હતીડોક્ટર પણ લાશોના ઢગલામાંવાવાઝોડાંએ અહીં ગરીબ અથવા તવંગર વચ્ચેનો ભેદ રાખ્યો નથી. બીમાર દર્દી માટે ડોક્ટર ભગવાનની ગરજ સારે છે. ગાંધીધામમાં જાણીતા ડોક્ટર અને ઉદ્યોગપતિની લાશ પણ વાવાઝોડા પછી આવેલા મૃતદેહોમાંથી મળ્યા હતા. ગાંધીધામના આંખના રોગોનાં નિષ્ણાંત ડો. વાય.ડી. ધર્મરાવ અહીંની કે.પી.ટી.ની હોસ્પિટલમાં દર મંગળ અને ગુરુવારે આવતાં હતા. મંગળવારે વિઝિટ કર્યા બાદ તેઓ પોતાની કારમાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે યમદૂત સમા વાવાઝોડાને કારણે પાણીના પૂર અને પવનમાં તેઓ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં ફંગોળાઈ ગયા હતાં. જ્યાંથી તેમની લાશ તણાઈને આવતાં એમનાં સ્વજનોએ ઓળખવિધિ કરતાં મૃત્યુ કોઈને છોડતું નથી તે સાબિત થયું હતું.એક જ કંપનીના સેંકડો શ્રમિકો લાપતા બન્યા હતાસૌરાષ્ટ્રમાં કલાકનાં 180 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ જાણે કાળા માથાના માનવીનું અસ્તિત્વ નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું હતું. સતત ત્રણ કલાક સુધી વાવાઝોડું કંડલા પર ઝળુંબતું રહ્યું હતું. જેના કારણે કંડલાના ઓસ્લો સિનેમા નજીક આવેલી ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડ્સ કંપનીના 1300 કર્મચારીઓ લાપત્તા બન્યાં હતાં.આ કંપનીના 1300 કર્મચારીઓમાંથી ફક્ત 5 કર્મચારીઓ જ બચ્યા હતા.70,000 ટનનું નોર્વેનું જહાજ પત્તાની જેમ ફંગોળાયુંસૌરાષ્ટ્રના વિનાશક વાવાઝોડાએ તબાહી સર્જી છે. ચોરબાજુ મોતનું તાંડવ નજરે પડ્યું હતું. જ્યારે દેખાય ત્યાં પાણી પાણી દેખાતું હતું. ચક્રવાતની તીવ્રતા 180 કિ.મી.ની ઝડપ તથા પૂનમની ભરતી હતી. જેના કારણે લોકોના કહેવા મુજબ 7થી 8 મીટરના મોજા ઉછળ્યાં અને પળભરમાં તો સ્ટીમર, કન્ટેનર તથા જીપ મોટર ગાડીઓનો કચ્ચરધાણ વળી ગયો હતો. વેરાવળમાં સોમનાથના દરિયામાં નોર્વેનું જહાજ 'ઓશિયન સ્રૂઝર' જેમાં 30 ખલાસી તથા 40,000 ટન ક્લિંકર ભરેલું હતું. જહાજની સાથે કુલ વજન 70,000 ટન હતું. મદ્રાસથી દુબઈ જઈ રહેલું આ જહાજ વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. જાલેશ્વર નજીક દરિયામાં ત્રણથી ચાર નોટિકલ માઈલ દૂર વાવાઝોડાને કારણે સ્ટીમર લંગર નાખી ઊંભી હતી. 70,000 ટનની આ મહાકાય જહાજ ઢસડાઈને સોમનાથ મંદિર પાસે આવ્યું હતું. ત્યારપછી પણ રૂઠેલી કુદરતે તેનો પીછો છોડ્યો નહોતો ત્યાંથી સ્ટીમર સોમનાથથી દૂર ત્રિવેણી સંગમનાં દરિયાકાંઠે રેતીમાં ખૂપી ગઈ હતી. અહીંથી કોઈ ખલાસી બહાર નીકળવાનું જોખમ લેવા તૈયાર નહોતો. આમ રેતીએ જહાજનાં ખલાસીઓનો જાન બચાવ્યો છે. જો મહાકાય સ્ટીમરની આ હાલત થઈ છે તો સામાન્ય માનવીની કલ્પના જ કરવી રહી.


Download Our B K News Today App



Related News