દેલવાડા ગામે વર્ષોથી રમાતી મહાકાળી માતાજીની ભવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:07:00
  • Views : 483
  • Modified Date : 2019-04-27 11:07:00

આમ તો ચૈત્ર મહિનો એટલે દેવી દેવતાઓનો મહિનો ગણાય છે. આ મહિનામાં લોકો જાતરો, મનોકામના પૂર્ણ કરે છે, તેમજ માતાજીની ભવાઇ રમાય છે. આજના આવા આધુનિક યુગમાં વર્ષોથી ભવાઇ અમૂક ગામોમાં હજુ રમાતી જોવા મળી રહી છે. ત્યારે સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે મહાકાળી માતાજીની ભવાઇ વર્ષોથી પરંપરા યુવાનો અને વડીલો દ્વારા રમાય છે. ચૈત્ર માસની પુમથી પાંચમ સુધી વિવિધ વેશ ધારણ કરી મહાકાળી માતાજીની આરાધના કરવામાં આવે છે. વિવિધ રાજા મહારાજાઓના જોકરના રૂપ સુંદરીઓના ધારણ કરી વિવિધ જુના ભાતીગળ ખેલો ભજવી મનોરંજન પૂરું પાડ્‌યું હતું. જેમાં કંશવધ, કૃષ્ણમય, પથુભાની કુંવરી, શ્રી મહાકાળી, રાય ખેંગાર- રાણકદેવી, ભારથી લુટારો, કાદુ મકરાણી, અભિમન્યુ ચકાર્વો, સુરેખા હરણ, જેવા જૂના ઐતિહાસિક પાત્રો ભજવી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ભવાઇ આજુબાજુ ગામોમાં પ્રખ્યાત હોવાથી દર વર્ષે લોકો આતુરતાથી રાહ જોઈ રહે છે અને ભવાઇ ચાલુ થતા દેલવાડા સહિત આજુબાજુ ગામોની ધર્મપ્રેમી જનતા ભવાઇ જોવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આ ગામમાં ભવાઇ દરમ્યાન માતાજીના પ્રતાપે કોઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાતો નથી તેવું યુવાન ભાવસંગ ઠાકોરે જણાવ્યું હતું.આ ભવાઇમાં ગામના સરદારજી ઠાકોર, શાંતિજી ઠાકોર, મહેશજી ઠાકોર, વનરાજજી ઠાકોર, ભાવુજી ઠાકોર, રામચંદભાઇ રાવળ, મોઘજીજી ઠાકોર, અમરતભાઇ રાવળ, લક્ષ્મણજી ઠાકોર સહિત ગામના યુવાનો વિવિધ વેશ ભુષા ધારણ કરી લોકોનું મનોરંજન પૂરું પાડ્‌યું હતું.


Download Our B K News Today App



Related News