બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ ૭૫ હજાર ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇફકો કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો કરતા ખેડૂતોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 11:52:18
  • Views : 260
  • Modified Date : 2021-04-09 11:52:18

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો  પર ફરી એકવાર પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને કોરોના મહામારીમાં સામનો કરી રહેલા ખેડૂતો પર હવે ઇફકો કંપનીએ રાસાયણિક ખાતરમાં ૪૦ ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
છેલ્લા એક વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી, તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં ૪૦ ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં  દર વર્ષે ૭૫ હજાર ટન ઇફકો કંપનીના ખાતરની ખપત છે ત્યારે હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. કોરોના મહામારીમાં ખેડૂતો માટે આ એક વધુ એક માઠા સમાચાર છે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતર ના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે ત્યારે એકાએક રાસાયણિક ખાતર માં વધારો કરતાં હાલ ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જાેડાયેલો જિલ્લો છે ત્યારે રાસાયણિક ખાતરોના ભાવ વધારાથી હાલ ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News