બનાસડેરીની વર્ચ્યુઅલ સાધારણ સભા યોજાઇ ઃ પશુપાલકો માટે રૂ. ૧૧૪૪ કરોડ ના ભાવ વધારાની જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:25:08
  • Views : 455
  • Modified Date : 2020-07-27 11:25:08

એશિયાની સૌથી મોટી બનાસડેરીની રવિવારે ૫૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બનાસડેરીના તમામ ડિરેક્ટર તેમજ તાલુકા દીઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે આ સાધારણ સભા વર્ચ્યુઅલ યોજાઈ હતી.
રૂ. ૧૧૪૪ કરોડ જેટલો માતબર ભાવ વધારો આપી બનાસડેરીએ એક નવો ઈતિહાસ રચ્યો છે.
કોરોના મહામારીના પગલે રવિવારે બનાસ ડેરીની સાધારણ સભા વર્ચ્યુઅલ યોજાઇ હતી. ૫૦ સદસ્યોની હાજરીમાં યોજાયેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીની વાર્ષિક આવક તેમજ થયેલા વિકાસની સમગ્ર રૂપરેખા રજૂ કરાઈ હતી. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઓનલાઇનના માધ્યમથી ડેરી સાથે જોડાયેલી ૧૪૦૦ મંડળીઓના
પશુપાલકોને માહિતી આપી હતી. દર વર્ષે સાધારણ સભામાં ભાવ વધારો કેટલો મળશે તેના પર પશુપાલકોની કાગડોળે નજર હોય છે. ત્યારે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ આ વર્ષે ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે. રૂ. ૧૧૪૪ કરોડ જેટલી માતબર રકમ ભાવ વધારવામાં આપતા જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઇ છે.
 ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના વિકાસની તમામ રૂપરેખા દિલ્હીના પશુપાલકો સામે રાખી પાંચ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ડેરીને દૂધ પ્રોડક્ટ થી લઈ ખાદ્યચીજોના ઉત્પાદન કરતી કરી છે. દિયોદરમાં નવો ડેરી પ્લાન્ટ, ટેક હોમ રાશન, મધ પ્રોજેકટ, દાણ પ્લાન્ટની ક્ષમતા, તેલ પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ એમ અનેક નવા આયામ ડેરીએ પાંચ વર્ષમાં મેળવ્યા છે. જ્યારે ડેરીનું ટર્ન ઓવરમાં રૂ. ૧૨૧૭૦ કરોડ પર પહોચ્યું છે. જ્યારે
પાંચ વર્ષ પહેલાની સરખામણી ડેરીની સંપત્તિમાં રૂ.૧૯૦૩ કરોડ જેટલો વધારો નોંધાયો છે. પશુપાલકોની મહેનતના કારણે આજે બનાસ ડેરીએ ૭૩ લાખ લીટર દૂધ એકજ દિવસમાં એકત્ર કરવાનો વિક્રમ પણ કર્યો છે.  યોજાયેલી સાધારણ સભામાં આ તમામ બાબતો
પશુપાલકોના મહેનતના કારણે કારગર થઈ છે. ડેરીના વિકાસનો તમામ શ્રેય ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને આપ્યો હતો.

Download Our B K News Today App



Related News