દહેગામમાં ખેડૂતોને હરાજીમાં ભાવ નહિ મળતા હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 11:34:43
  • Views : 266
  • Modified Date : 2021-03-21 11:34:43

ખેતી પ્રધાન દેશના ખેડૂતોની હાલત દયનિય બની ગઇ છે. તનતોડ મહેનત કરતા ખેડૂતોને મહેનતનુ ફળ મળતુ નથી. માત્ર વચેટીયાઓ જ મલાઇ તારવી જાય છે.  શનિવારે દહેગામ માર્કેટીંગ યાર્ડમાં આસપાસના ખેડૂતો ઘઉનંુ વેચાણ કરવા આવ્યા હતા. પરંતુ સરકારે નિયત કરેલા ભાવ કરતા ઓછા ભાવથી હરાજી કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા અને હરાજી બંધ કરાવી હતી. ત્યારબાદ મામલો શાંત પડતા ફરીથી હરાજી શરૂ કરી હતી.
ઘઉનો પાક તૈયાર થઇ જતા ખેડૂતો પાકને બજારમાં વેચાણ કરવા આવી રહ્યા છે. મહેનત બાદ પાક તૈયાર થતા ખેડૂત હાથમાં નાણાં આવશે તેવી આશા સાથે  શનિવારે દહેગામ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં ઘઉ વેચવા આવ્યા હતા. સવારે ઘઉની હરાજી માત્ર ૩૧૦ રૂપિયાથી શરૂ કરીને રૂ. ૩૪૦ સુધી જ સિમિત રહેતા ખેડૂતોએ હલ્લાબોલ કરવો પડ્યો હતો. એક તરફ સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાતો કરી રહી છે. બીજી તરફ એપીએમસીમાં જ ખેડૂતોને ભાવ મળતા નથી. ત્યારે રોષે ભરાયા હતા.
દહેગામ તાલુકાના હાલીસા ગામના ખેડૂત દિનેશગીરી બાવાએ કહ્યુ હતુ કે, સરકારે ઘઉના ભાવ રૂ.૩૯૫ નિયત કર્યા છે. જ્યારે આજે મારા સહિત આજુબાજુ ગામના ખેડૂતો દહેગામ માર્કેટીંગ યાર્ડમાં ઘઉ વેચવા આવ્યા હતા. પરંતુ હરાજી ૩૧૦થી શરૂ કરી ૩૪૦ રૂપિયા પહોંચાડી બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને તમામ ખેડૂતોએ હરાજી બંધ કરાવી દીધી હતી. બીજી તરફ ખેડૂતોના રોષ બાદ ફરીથી હરાજી શરૂ કરાતા ભાવ વધારે આપવામાં આવ્યો હતો. મતલબ સાફ છેકે, ખેડૂતોના
પરસેવાની કમાણી ઉપર
વચેટીયાઓનો ડોળો ફરકી રહ્યો છે. ઉલ્લેખનિય છેકે, દહેગામમા દર વર્ષે પાકના વેચાણ બાદ બબાલ થતી હોય છે.

Download Our B K News Today App



Related News