ડીસામાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 11:27:34
  • Views : 731
  • Modified Date : 2020-07-19 11:27:34

એક બાજુ કોરોના વાયરસની મહામારીચાલી રહી છે. બીજી તરફ ચોમાસાની શરૂઆત થતાં આવક ઘટી છે. જેને લઇને ડીસા શહેરમાં વેચાતી શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. અને શાકભાજીના ડબલ ભાવ થવાથી ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.
કોરોનાની મહામારીને લઈ તેનાથી રક્ષણ મેળવવા માટે આયુર્વેદાચાર્યોની  
વિટામિન-સી માટે લીંબુ તેમજ આદુ અસરકારક હોવાની સલાહને અનુસરતા લોકોએ આ બન્ને વસ્તુઓનો ઉપયોગ વધારી દીધો છે. જેથી તેના ભાવમાં અનેકગણો વધારો થવા પામ્યો છે. જ્યારે ચોમાસુ શરૂ થતા સ્થાનિક વિસ્તારોમાંથી આવતી શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે  તરફ બહારગામથી આવતા શાકભાજી પણ પૂરતા પ્રમાણમાં આવતી નથી. જેથી છેલ્લા દસ દિવસમાં શાકભાજીના ભાવ બમણા કે તેથી વધારે થઈ ગયા છે. લોકડાઉનના સમયમાં ટામેટાનો ભાવ છૂટક માત્ર ૨૦/-રૂપિયા પ્રતિ કિલો હતો. જે આજે
રૂપિયા ૭૦/- થી ૮૦/- એ
પહોંચ્યો છે. એ જ રીતે લીલી શાકભાજીમાં ના ભાવમાં બમણો વધારો જોવા મળ્યો છે.જેને લઇને ગૃહિણીઓના રસોડાના બજેટ પર અસર પડી છે. જેથી કેટલાક પરિવારો સપ્તાહમાં ચાર દિવસ અલગ-અલગ કઠોળનો વપરાશ કરતા થયા છે.


બહારથી આવતાં ટામેટાં બંધ
કોરોનાવાયરસને લઈને લોકો લીંબુ અને આદુનો વધુ ઉપયોગ કરતાં માંગ વધી છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા ટામેટાની આવક બંધ થતાં તેના ભાવ વધ્યા છે.
- જયેશ જોષી (શાકભાજી વ્યાપારી, ડીસા.)


શાકભાજીના ભાવ (પ્રતિકિલો)
             અગાઉના       હાલના
આદુ          ૭૦         ૧૦૦ થી ૨૧૦
લીંબુ    ૨૦    ૩૦ થી ૪૦
ગવાર    ૪૦    ૬૦
કાકડી    ૨૦    ૪૦
દુધી    ૧૦    ૨૫
ભીંડા    ૧૦    ૪૦
ટમેટા    ૨૫    ૫૦
તુરીયા    ૨૫    ૬૦
ફુલાવર    ૩૦    ૫૦
મરચા    ૧૫    ૪૦
બટાકા    ૨૦    ૪૦


Download Our B K News Today App



Related News