બનાસકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 11:24:55
  • Views : 607
  • Modified Date : 2019-11-14 11:24:55

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે જેથી હાલ શાકભાજીના બજારમાં ઊંચા ભાવ પહોંચી ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ તારા ભાવની આશાએ મોટા પ્રમાણમાં બટાકા અને અન્ય શાકભાજીનું વાવેતર કર્યુ હતુ. પરંતુ કમોસમી વરસાદ
પડતા આ તમામ શાકભાજીના પાકને મોટું નુકસાન થાય છે. જેના કારણે હાલમાં તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લાની શાકભાજી માર્કેટ યાર્ડમાં જોવા મળી રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં શાકભાજીની એકદમ ઓછી આવક થઈ રહી છે. જેના કારણે હાલમાં તમામ શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. બહારથી શાકભાજી પણ હાલમાં ઓછા પ્રમાણમાં આવતી હોવાના કારણે શાકભાજીના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર આર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા એ શાકભાજી માટે સૌથી મોટો માર્કેટયાર્ડ માનવામાં આવે છે. એ ત્યારે શિયાળાની શરૂઆત થતાં જ મોંઘાદાટ શાકભાજી મળતા હાલ તમામ પ્રકારની મુશ્કેલીઓ લોકોમાં જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી કરી પોતાના
પરિવારનું ગુજરાન ચલાવે
છે.
ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
પડતાં તેની સીધી અસર મોટાભાગે ખેડૂતો જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ આ અસર શાકભાજીના
વેપારીઓમાં પણ જોવા મળી રહી છે. ડીસા શાકભાજી માર્કેટ યાર્ડ એસોસિએશન પ્રમુખ રાજુભાઈ માળીએ જણાવ્યું હતું કે હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક એકદમ ઓછી થઈ રહી છે જેના કારણે હાલ નાના
વેપારીઓને મોંઘા ભાવે શાકભાજી ખરીદી કરી વેચવી
પડે છે. આમાં ડીસા માર્કેટયાર્ડમાં ટામેટા ૬૦, ફુલાવર-૪૦, કોબીચ-૩૫, ચોળાફળી-૬૦, ગવારફળી-૬૦, ડુંગળી-૭૦, રીંગણ-૪૦, બટાટા-૩૦, ભીંડા-૮૦, વટાણા-૧૦૦, મરચાં-૪૦ અને અન્ય શાકભાજીના પણ મોંઘા ભાવમાં વેચાઈ રહી છે. જેના કારણે તેની સીધી અસર બજારોમાં જોવા મળી રહી છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની માર્કેટયાર્ડમાં બહારની શાકભાજી આવતી હતી જેના કારણે બજારના ભાવો સચવાઈ રહેતા હતા. પરંતુ હાલ બહારની શાકભાજી પણ બંધ થઈ જતા હાલ તેની સીધી અસર બજારોમાં વેંચતા વેપારીઓ અને ગૃહિણીઓમાં જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News