બનાસકાંઠા ના સરહદી વાવના ભાટવર ગામે વરસાદી પાણી ભરાયું ગામની 80 ટકા જેટલી જમીનમાં તેમજ સૌ થી વધારે ઘરોમાં બેટમાં ફેરવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 11:47:50
  • Views : 269
  • Modified Date : 2022-08-24 11:47:50


બનાસકાંઠા ના સરહદી વાવના ભાટવર ગામે વરસાદી પાણી ભરાયું ગામની 80 ટકા જેટલી જમીનમાં તેમજ સૌ થી વધારે  ઘરોમાં બેટમાં ફેરવાયા  વાવ ધારાસભ્ય સહિત વહીવટીતંત્ર કરી મુલાકાત..

 

વાવના ભાટવર ગામે વરસાદી પાણી ભરાતા ભાટવર ગામથી ડેડાવા જતો માર્ગ કમર સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે અવરજવર કરવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આજુબાજુના સો જેટલાં ઘરોમાં પાણી ભરાવાથી વિસ્તારના ઘરો તેમજ ખેતરો બેટમાં ફેરવાયા છે..ડેડાવા,તીર્થગામ,માંડકાના પાણી ભાટવરગામમાં ભરાતા સરપંચ સહીત ગ્રામજનોએ પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે

 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ફરી એકવાર 2015-17ની વરસાદી યાદો તાજી કરાવી દીધી છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે 2015-17માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી જોકે અત્યારે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા છે તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં હજી સુધી પાણી ઓસર્યા નથી..રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતાં લોકોની અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં વાવ તાલુકાના ભાટવર ગામનો એવો હાલ છે..ભાટવર ગામથી ડેડાવા જતો રસ્તો છેલ્લા વરસાદના કારણે તેમજ ડેડાવા તીર્થધામ ભાચલી માડકા જેવા ગામના પાણી ભાટવરમાં ભરાઈ જતાં ભાટવરથી ડેડાવા જવાના રસ્તા પર કેડ સમા પાણી ભરાયા છે જેના કારણે અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..ભાટવર ગામમાં બીજી તરફ ખેડૂતોની જમીન 80 ટકા જેટલી બેટમાં ફેરવાઇ ગઇ છે..ગામની પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં બધા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે સ્થાનિક લોકો અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે જોકે પ્રશ્નો સીઝન પૂરતા નહિ પરંતુ જ્યારે પણ વધારે વરસાદ આવે ત્યારે પરિસ્થિતિ આવી થઈ જાય છે જેના કારણે ગામલોકોને હાલાકી ભોગવવી પડી રહી છે જોકે ગામના સો જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા ગામના સરપંચ દ્વારા નીચાણવાળા વિસ્તારમાંથી 10 જેટલા ઘરોને ઊંચાણવાળી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે...અને જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે..

Download Our B K News Today App



Related News